Aapnu Gujarat
મનોરંજન

સારા પ્રથમ ફિલ્મ રજૂ થયા બાદ બીજી ફિલ્મો સ્વીકારશે

બોલિવુડમાં વધુ એક સ્ટાર કલાકારની એન્ટ્રી થઇ રહી છે. સેફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. સારા અલી ખાન તેની પ્રથમ ફિલ્મ કેદારનાથ રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી બીજી ફિલ્મો સ્વીકારનાર નથી. તેની પાસે ફિલ્મોની ઓફર આવી રહી છે. તેની પાસે રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બાની ઓફર પણ આવી હોવાના હેવાલ મળ્યા છે. સારા અલી ખાન અભિષેક કપુરની નવી ફિલ્મ કેદારનાથના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મને લઇને બોલિવુડના તમામ લોકો રાહ જોઇ રહ્યા છે. સારા પાસેથી જોરદાર એન્ટ્રીની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે સુશાંત સિંહ રાજપુત કામ કરી રહ્યો છે. હાલમાં સારા અલી ખાન મુંબઇના એક લોકપ્રિય સલુનમાંથી બહાર નિકળતા કેમેરામાં કેદ થઇ ગઇ હતી. સારાએ પોતાના ચહેરાને ઢાકવાના તમામ પ્રયાસ કર્યા હતા. તેની આ ઝલકને જોઇને ચર્ચા છે કે સારા પોતાની ડેબ્યુ ફિલ્મમાં લુકને છુપાવવાના તમામ પ્રયાસ કરી રહી છે. પોતાની પ્રથમ ફિલ્મ અંગે તમામ પ્રકારની માહિતી હાલમા જાહેર કરવામાં આવી રહી નથી. સુશાંત બોલિવુડમાં ગળા કાપ સ્પર્ધા હોવા છતાં પોતાની લોકપ્રિયતાને ટકાવી રાખવામાં સફળ રહ્યો છે. તે કેટલીક સારી ફિલ્મો કરી ચુક્યો છે. જેમાં ભારતીય ક્રિકે સ્ટાર મહેન્દ્ર સિંહ ધોનીની લાઇફ પર બનેલી ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મ તમામ ચાહકોને ગમી ગઇ હતી. બોલિવુડના તમામ સુપરસ્ટારના બાળકો એન્ટ્રી કરી રહ્યા છે. અનિલ કપુરનો પુત્ર હર્ષવર્ધન, જેકી શ્રોફનો પુત્ર ટાઇગર, સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા પહેલાથી જ એન્ટ્રી કરી ચુકી છે.શ્રીદેવીની પુત્રી પણ એન્ટ્રી કરવા જઇ રહી છે.

Related posts

હેલ બેરી સિવાય કોઇ બ્લેક એક્ટર ઓસ્કાર જીતી શકી નથી

aapnugujarat

बॉम्बे एचसी ने कंगना के दफ्तर पर बीएमसी द्वारा तोड़फोड़ को बताया दुर्भावनापूर्ण

editor

परिणीति ने कहा अर्जुन कपूर सबसे अच्छी किस करता है

aapnugujarat

Leave a Comment

UA-96247877-1