Aapnu Gujarat
તાજા સમાચારમનોરંજન

સોનમ કપૂરે દિલ્હીનાં બિઝનેસમેન આનંદ આહુજા સાથે ધામધૂમથી લગ્ન કર્યાં

સોનમ કપૂર અને આનંદ આહૂજા એકબીજાના થઇ ચુક્યા છે. આજે તેમના લગ્ન થઇ ગયા હતા. સોનમ પોતાના સાથી આનંદની સાથે નવી જિંદગી શરૂ કરી ચુકી છે. તેમના લગ્ન આજે સવારે શીખ પરંપરા મુજબ થયા હતા. લગ્નમાં સામેલ થવા માટે તેમના પરિવારના સભ્યો ઉપરાંત બોલીવુડમાંથી તમામ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સોનમ અને આનંદના લગ્ન તેમના સંબંધી કવિતાસિંહના બાંદરા સ્થિત હેરિટેજ બંગલા ઉપર થયા હતા. લગ્નને લઇને અહીં જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું. તેમના આનંદ બાગ મહેમાનો માટે લંચની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સોનમના ચાહકો માટે એક વિડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર મુકવામાં આવ્યો છે જેમાં તેમના ભાઈ અર્જુન કપૂર અને હર્ષવર્ધન તેને લાવતા નજરે પડે છે. સાંજે સોનમ અને આનંદના લગ્નને લઇને ભવ્ય રિસેપ્શનનું આયોજન કરાયું હતું જેમાં બોલીવુડની તમામ હસ્તીઓ પહોંચી હતી. લગ્નમાં કરીના કપૂર, કરિશ્મા કપૂર, સૈફ અલી, સ્વરા, કરણ જોહર, અભિષેક બચ્ચન, શ્વેતા નંદા, જેકલીન ઉપસ્થિત રહી હતી. આ ઉપરાંત અર્જુન કપૂર, જ્હાનવી, સંજય કપૂરના પરિવારના સભ્યો પણ હતા. રવિવારના દિવસે મહેંદીની રસમ હતી. સોમવારના દિવસે સંગીતનું આયોજન કરાયું હતું જ્યાં બંનેના પરિવારના સભ્યો પહોંચ્યા હતા.
આ લગ્નને લઇને છેલ્લા ઘણા સમયતી તૈયારીઓ ચાલી રહી હતી. સંગીત કાર્યક્રમમાં બંનેના પરિવારના સભ્યો ઝૂમતા નજરે પડ્યા હતા. લગ્નની તૈયારી અનિલ કપૂરના આવાસ ઉપરપણ છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહી હતી. આખરે ભવ્યરીતે આજે લગ્ન થઇ ગયા હતા.

Related posts

અખિલેશ-માયાવતી શપથ કાર્યક્રમથી દૂર રહ્યા

aapnugujarat

कश्मीर पर मध्यस्थता वाले ट्रंप के बयान का हुर्रियत चेयरमैन मीरवाइज ने किया स्वागत

aapnugujarat

रिलीज हुए आलिया भट्ट की ‘राजी’ के दो पोस्टर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1