Aapnu Gujarat
મનોરંજન

અજય સાથે લગ્ન કરવાનો નિર્ણય કપરો હતો : કાજોલ

કાજોલ ઓટીટી પર ‘ધ ટ્રાયલ’થી ડેબ્યુ કરી રહી છે. સિરીઝનું ટ્રેલર તાજેતરમાં રિલીજ થયું છે. ‘ધ ગૂડ વાઈફ’ના આધારે બનેલી આ સિરીઝમાં કાજોલે વકીલનો રોલ કર્યો છે. પોતાના પતિને જેલમાંથી છોડાવવા માટે કાજોલ ફરી વકીલાત શરૂ કરે છે. આ વેબ સિરીઝની સ્ટોરીની જેમ કાજોલે રીયલ લાઈફમાં પણ લાંબા સમયે પોતાની કરિયર ફરી શરૂ કરી હતી. પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ સાથે સમાનતા ધરાવતી આ સિરીઝ અંગે વાત કરતી વખતે કાજોલે જણાવ્યું હતું કે, તે કરિયરની ટોચ પર હતી ત્યારે અજય દેવગણ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય લેવાનું ખૂબ કપરું હતું. કાજોલે એક ઈન્ટરવ્યૂ દરમિયાન સ્વીકાર્યું હતું કે, તેણે જીવનમાં ઘણી પડકારજનક પસંદગીઓ કરી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોડાવાનો નિર્ણય અને અજય દેવગણ સાથે લગ્નનો નિર્ણય કાજોલે પોતાની મરજીથી લીધા હતા અને આ બંને નિર્ણય ખૂબ મહત્ત્વના હોવાની સાથે પડકારજનક પણ હતા. કાજોલ અને અજયે ૧૯૯૯ના વર્ષમાં લગ્ન કર્યા હતા. કાજોલને એક્ટ્રેસ બનવાની ઈચ્છા હતી, પરંતુ તેના પિતાએ તેને અટકાવી હતી. કાજોલના પિતાએ ચેતવણી આપી હતી કે, એક વાર ચહેરા પર એક્ટ્રેસનું લેબલ લાગી ગયું તો તે આખી જિંદગી રહેશે અને ક્યારેય તેની ઈમેજમાંથી બહાર નહીં આવી શકે. શરૂઆતમાં પિતાની આ વાત કાજોલને માનવામાં આવી ન હતી, પરંતુ સમય જતાં કાજોલના પિતા સાચા ઠર્યા હતા. કાજોલની પહેલી ઓટીટી સિરીઝ ‘ધ ટ્રાયલ’નું પ્રોડક્શન અજય દેવગણે કર્યું છે. કાજોલે લગ્ન બાદ એક્ટિંગને અલવિદા કહ્યું હતું. હવે કાજોલ કમબેક કરી રહી છે ત્યારે અજયે તેમને સપોર્ટ કર્યો છે. કાજોલે આ અંગે જણાવ્યું હતું કે, સિરીઝનો કન્સેપ્ટ ખૂબ સારો હતો, પરંતુ હિન્દીમાં તેને કઈ રીતે રજૂ કરી શકાય તે સમજાતુ ન હતું. ડાયરેક્ટર સુપર્ણ વર્માએ નેરેશન આપ્યું ત્યારે લાગ્યું કે ખરેખર સ્ક્રિપ્ટ સારી છે. આ સિરીઝમાં કાજોલે એક મહિલા વકીલનો રોલ કર્યો છે. લગ્ન બાદ તેણે વકીલાત છોડી દીધી છે. દરમિયાન તેના પતિને જેલમાં જવું પડે છે. પતિને જેલમાંથી છોડાવવા માટે કાજોલ ફરી કાળો કોટ પહેરે છે અને કોર્ટ રૂમ ડ્રામા શરૂ થાય છે. આ સિરીઝ ૪ જુલાઈથી ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે.

Related posts

શાનદાર અભિનય છતાં ઇલિયાના ફ્લોપ

aapnugujarat

હાઉસફુલ-૪ ફિલ્મને લઇ પુજા હેગડે વ્યસ્ત

aapnugujarat

સૂર્યાએ આગામી ફિલ્મ ‘જય ભીમ’નો ફર્સ્ટ લુક પોસ્ટર શેર કર્યુ

editor

Leave a Comment

UA-96247877-1