કેરળના પાટનગર તિરુવનંતપુરમમાં બે અજાણ્યા શખ્સોએ ભાજપના જિલ્લા કાર્યાલય પર પેટ્રોલ બોમ્બ ફેંકીને હુમલો કર્યો હતો, જોકે સદ્નસીબે કાર્યાલયમાં કોઇ હાજર નહીં હોવાથી મોટી દુર્ઘટના નિવારાઇ હતી. પેટ્રોલ બોમ્બ હુમલામાં ભાજપના કાર્યાલયની કેટલીક ખુરશીઓ અને અન્ય સાધનસામગ્રી સંપૂર્ણપણે સળગી ગઇ હતી.ભાજપના જિલ્લા પ્રમુખ એસ. સુરેશે એવો આક્ષેપ કર્યો હતો કે આ હુમલા પાછળ સીપીઆઇએમનો હાથ છે. તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલ બોમ્બ હુમલો રાત્રે ૮-૩૦ કલાક આસપાસ થયો હતો. તેમણે એવું પણ જણાવ્યું હતું કે પોલીસ ઘટનાસ્થળે ઘણી મોડી પહોંચી હતી. હુમલા સમયે કાર્યાલયમાં કોઇ હાજર નહોતું. આ હુમલો કયા કારણસર અને કોણે કર્યો છે તે અંગે હજુુ સત્તાવાર કોઇ ખુલાસો થઇ શક્યો નથી.ભાજપે આ પેટ્રોલ બોમ્બ હુમલાના વિરોધમાં આજે જિલ્લામાં આજે સવારે ૬-૦૦થી સાંજના ૬-૦૦ સુધી બંધનું એલાન આપ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે દિલ્હી ખાતે સીપીઆઇએમના મહામંત્રી સીતારામ યેચુરી સાથે કરવામાં આવેલી ઝપાઝપીનો બદલો લેવા આ હુમલો કરવામાં આવ્યો હતો.
આગળની પોસ્ટ