Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રામ મંદિર બનાવવા માટે ગતિવિધી તેજ, વીએચપીએ પથ્થર ભરેલા ટ્રક મંગાવ્યા

આરએસએસના સ્થાપના દિવસના અવસર પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિરનો મુદ્દો ઉઠાવતા સરકાર પાસે કાયદો બનાવવાની માંગ કરી હતી. ત્યારથી અયોધ્યાના માહોલમાં બદલાવ આવ્યો છે. આંગતુક અને પર્યટક કારસેવકપુરમ તરફ જઇ રહ્યા છે જ્યાં તેમનું સ્વાગત સ્થાનિક પૂજારીઓ અને ભક્તો દ્વારા રામના ભજનો ગાઇને કરાય છે. મંદિર બનાવાની ગતિવિધી ઝડપી બની છે. વીએચપીના સૂત્રોના જણાવ્યા મુજબ, મંદિર નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદે પથ્થરોથી ભરેલા ટ્રકનો ઓર્ડર આપી દીધો છે.હાલ દેશભરમાં રામ મંદિર બનાવવાની માંગ ઉગ્ર બની છે ત્યાંજ વીએચપીએતો મંદિરના નિર્માણની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે, ૨૯ ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ બનાવવા પર સુનાવણી થશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વીએચપીએ મંદિર નિર્માણ માટે પથ્થરોથી ભરેલા ટ્રકનો ઓર્ડર આપી દીધો છે, સાથે મંદિર નિર્માણ માટે કારિગરો સાથે પણ વાત ચાલી રહી છે જેથી એકવાર મંદિર બનાવવા માટે સુપ્રીમ લીલીઝંડી આપે અને ત્યાં વીજ્ળી ગતિએ કામ શરૂ કરી શકાય. અયોધ્યામાં વીએચપીના નેતાઓએ દાવો કર્યો છે કે, પથ્થરોથી ભરેલા ૭૦થી વધુ ટ્રકો વહેલી તકે અયોધ્યા પહોંચી જશે.વીએચપીના ઇન્ટરનેશનલ ઉપાધ્યક્ષ ચંપત રાયે જણાવ્યું હતું કે, ઝડપથી કામ શરૂ કરવા માટે મોટા પ્રમાણમાં પથ્થર અને કારિગરોની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, હવે હમે પીછેહઠ કરીશું નહી, આ સત્યની વિજય માટેની લડાઇ છે. અમે સુપ્રીમના આદેશની રાહ જોઇ રહ્યા છે.રામજન્મભૂમી સુધી જનારો રોડ લોકોના અવરજવર માટે બંધ રહ્યો હતો અને સ્થળની આજુ-બાજુ સુરક્ષાકર્મી હાજર રહ્યા હતા. જોકે બાબરી મસ્જિદના મુખ્ય પક્ષકાર ઇકબાલ અન્સારી આ વાતથી નાખુશ છે. તેમણે જણાવ્યું હતું કે, કેસ હજુ સુપ્રીમમાં ચાલી રહ્યો છે જેથી સરકારે વીએચપીને આગળ આવતા રોકવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે, ત્યારે વીએચપી આ પ્રકારે ઉથલપાથલ મચાવે છે.

Related posts

વડાપ્રધાન મોદી આજે ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે

editor

મથુરા જિલ્લાનાં મકેરા વિસ્તારમાં કાર નદીમાં ખાબકતાં ૧૦નાં મોત

aapnugujarat

સરકારી પુસ્તકોમાં ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ આતંકી દર્શાવાયા : આરટીઆઇમાં સ્પષ્ટતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1