Aapnu Gujarat
Uncategorized

ખોરાસા તિરૂપતિ મંદિરના ગાદીપતિના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

ગીર સોમનાથ જીલ્લા નજીક ખોરાસા ગામે આવેલ તિરૂપતિ લક્ષ્મી નારાયણ મંદિર જગવિખ્યાત છે અને આ સંસ્થા પબ્લિક ટ્રસ્ટ તરીકે નોંધાયેલી છે. આ સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી અને મહંત તથા વહીવટકર્તા તરીકે સ્વામી શ્યામ નારાયણ આચાયઁ છે અને અન્ય ટ્રસ્ટીઓ છે. હાલના મહંત છેલ્લા ૩૦ વર્ષથી બિરાજમાન છે. તેમના આવ્યા બાદ જ આ જગ્યાનો વિકાસ થયેલ છે તેમજ દેશના દિગ્ગજજો રાજયપાલ, રાજયમંત્રીઓ તેમજ નામાંકિત વ્યક્તિઓ આ જગ્યાની મુલાકાત લીધેલ છે અને હાલમા પણ લઇ રહ્યા છે. આ પવિત્ર જગ્યાના નાણાં વેડફાય નહીં તેમજ પ્રતિષ્ઠા જળવાઇ રહે તે માટે મહંત દ્વારા કડક કાયદા બનાવવામા આવેલ છે જે કડક કાયદાઓ અમુક લોકોને ન ગમતા આ જગ્યા પરથી હાલના મહંતને હટાવવા તેમજ મહંત સ્વામી પર ખોટા આક્ષેપ કરી ઠેરઠેર અરજીઓ તથા આવેદનપત્ર આપવામાં આવેલ હોય ત્યારે હાલના મહંત ના બે લાખથી પણ વધુ સેવકગણમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી અને દરેક જીલ્લામાં સ્વામીજીના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવેલ હોય છે જે સંદર્ભે આજરોજ ગીર સોમનાથ જીલ્લામાં પણ દરેક તાલુકાઓમાંથી સેવકગણ દ્વારા ગીર સોમનાથ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ આવેલ અને આ બાબતે યોગ્ય ન્યાય મળે તેમજ લોકોની શ્રદ્ધા જળવાય રહે તેવી રજૂઆત કરવામાં આવેલ હતી .
જિજ્ઞેશ ભટ્ટ ( સેવક, પાર્ચી તીર્થ) જણાવ્યું છે કે, પ્રાચી તીર્થના તીર્થ ગોર અને ખોરાસા તિરૂપતિ મંદિરના સેવક ૨૦ વર્ષથી આ જગ્યા સાથે સંકળાયેલા છે તેમજ તેમની સાથેના આજુબાજુના ૩૦ જેટલા ગામો પણ આ જગ્યા સાથે જોડાયેલા છે અને મહંત દ્વારા આ જગ્યાનો હાલ ઘણો વિકાસ કયોઁ છે અને આ જગ્યા પર હાલના મહંત જ શોભી શકે.પ્રવિણ ગજેસરીયા ( સેવક, ધાવા ગીર ) જણાવેલ કે, તાલાલા તાલુકાનાં સેવકગણ દ્વારા પણ રોષ જોવા મળી રહ્યો છે અને સ્વામીજી પવિત્ર અને સજ્જન મહંત છે અને બે લાખથી વધુ સેવકો આ જગ્યા સાથે જોડાયેલા છે અને જોડાયેલા રહીશું અને સંપૂર્ણ સ્વામીજીના સમર્થનમાં આવેદનપત્ર અપાયું હતું. અમૃત ટાટમીયા ( સેવક, ધાવા ગીર) જણાવેલ કે, આ જગ્યાનો વિકાસ મહંતના આવ્યા પછી એટલો બધો વધ્યો છે કે અહીં ભજની, ભોજન અને ભકિતનો અનેરો સંગમ બારેમાસ જોવા મળે છે. બહેનો દ્વારા દરરોજ સત્સંગ પણ થાય છે. દરેક તહેવારની પરંપરાગત ઉજવણી પણ કરવામાં આવે છે ત્યારે અમુક વિધ્નસંતોષીઓ દ્વારા મંદિર તથા મહંતના વિરોધ કરવામાં આવી રહ્યો છે જે કયારેય પણ સહન કરવામાં નહીં આવે અને લાખો સેવકો મહંતના સમર્થનમાં છીએ અને રહીશું.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

પ્લાસ્ટિક રિસાયકલ ઉદ્યોગ પ્રત્યે સરકાર ખુબજ ઉદાસીન

editor

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાયાત્રાનું વેરાવળ તાલુકાનાં ગામોમાં પરિભ્રમણ

aapnugujarat

ગીર-સોમનાથ જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ : જિલ્લાચૂંટણી અધિકારી અજય પ્રકાશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1