Aapnu Gujarat
Uncategorized

પ્લાસ્ટિક રિસાયકલ ઉદ્યોગ પ્રત્યે સરકાર ખુબજ ઉદાસીન

દેશ ભરનો પ્લાસ્ટિકનો કચરાનો નિકાલ કરવા અને તેનું રિસાયકલનો સૌથી મોટો ઉદ્યોગ રાજકોટના ધોરાજીમાં આવેલ છે. આ પ્લાસ્ટિક રિસાયકલ ઉદ્યોગ પ્રત્યે સરકાર ખુબજ ઉદાસીન છે, દેશ ભરના પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરીને તેમાં તેમાંથી વિવિધ વસ્તુ બનવતો આ ઉદ્યોગ વિકાસ પાસે અપેક્ષા રાખે છે અને આવનાર બજેટમાં સરકાર ઉધોગના વિકાસ માટે GST માં રાહત સાથે દેશભરમાંથી પ્લાસ્ટિક લાવવા ટ્રેનની સુવિધા આપે તેવી માંગ કરી રહયો છે રાજકોટ જિલ્લાનું ધોરાજી એ દેશ ભરમાં પ્લાસ્ટિક રિસાયકલ માટે પ્રખ્યાત છે જેમાં પ્લાસ્ટિક ના દોરડા, પ્લાસ્ટિકના પાઇપ વગેરે બનાવવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા આ ઉદ્યોગને કોઈ મદદ કે ખાસ સહાય કે સગવડતા આપવા આવેલ નથી જેને હિસાબે આ ઉદ્યોગ નો કોઈ વિકાસ થતો નથી ધોરાજીમાં અંદાજિત 400 કારખાના આવેલ છે, અને વર્ષ દરમિયાન અહીં લાખો ટન રોડ ઉપર ના પ્લાસ્ટિક વેસ્ટ નું રિસાયકલ થાય છે

આ રિસાયકલ થયેલ પ્લાસ્ટિકની વસ્તુ ઉપર પણ સરકાર દ્વારા 12 %જેટ્લો GST લેવામાં આવે છે જે ને લઈને આ ઉદ્યોગ ને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ત્યારે આ ઉદ્યોગ સાથે સંકળાયેલ કારખાનેદારો આ GST દર ને ઘટાડવા ની માગ કરે છે કારણ કે કચરા માંથી બનતી વસ્તુઓ નવી વસ્તુ સાથે ભાવ થઇ જતા મોંઘી બને છે અને અંતે સહન કરવાનો વારો દેશની પ્લાસ્ટિકની ગંદકી સાફ કરતા આ કારખાનેદારોને આવે છે જેને લઈને GST ના દર ને ઘટાડવાની માગ કરી રહ્યાં છે.ધોરાજીમાં રોજ દેશભર માંથી લાખો ટન પ્લાસ્ટિકનો રોડ ઉપર નો કચરો ઠલવાઇ છે, અહીં દિલ્હી, બેગ્લોર સહિતના શહેરો નો પ્લાસ્ટિકનો કચોરો આવે છે અને આ કચરો રિસાયકલ થઇ ને તેમાંથી ઉપયોગી વસ્તુ પણ બને છે અને તેમાંથી બનતા દોરડા તો એક્સપોર્ટ થાય છે, ત્યારે આ ઉધોગમાં વીજળીનો સૌથી વધુ વપરાશ થાય છે

ત્યારે આ ઉધોગના ના વિકાસ માટે ખાસ વીજળીના દર માં રાહત કરે સાથે સાથે સરકાર અહીં ટ્રેન દ્વારા કચરો ધોરાજીમાં લાવી શકાય તેવી વ્યવસ્થા કરે તેવી માગ કરી છે સાથે આ રિસાયકલ ઉધોગના વિકાસ માટે આ ઉદ્યોગ ને સ્વચ્છ ભારત મિશનમાં સામેલ કરે તો દેશ માંથી પ્લાસ્ટિક વેસ્ટ ની સમસ્યા નિવારણ પણ થશે તેવી માંગ કરેલ છે .ત્યારે સરકાર દરેક રાજ્યમાં ધોરાજી જેવું પ્લાસ્ટિક રિસાયકલ ક્લસ્ટર ઉભું કરે તો દેશની પ્લાસ્ટિક ના વેસ્ટ ની સમસ્યા ઘણી હલ થવા સાથે સાથે નવી રોજગારી પણ ઉભી થઇ શકે તેમ છે

Related posts

શરાબની મહેફિલ : કુંકાવાવ ભાજપના મહામંત્રી ઝડપાયા

aapnugujarat

વલસાડ પોલીસે ૧૦ ગૌ હત્યારા પકડ્યા

editor

नकली हिंदू दे रहे असली हिंदू को धोखाः ममता बनर्जी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1