Aapnu Gujarat
Uncategorized

જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારમાં થોડા સમય થી જંગલના રાજા સાવજની ડણક

જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારમાં થોડા સમય થી જંગલના રાજા ગણાતા સિંહની ડણક દેખાય રહી છે ત્યારે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.સાથે સિહને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા

ત્યારે ગઈ કાલે ઘેડ વિસ્તારના કારેજ નાગીચણા સહિત આસપાસના વિસ્તારમાં સિંહ દેખાતા લોકો જોવા માટે ટોળે ટોળા એકઠા થયા હતા જ્યારે સિંહ કારેજ ગામે પાસે નર્સરી વિભાગમાં જોવા મળ્યો હતો જ્યારે સિંહ ખુલ્લા વિસ્તારમાં ઘઉંના ખેતરોમાં નીકળતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી અમુક લોકો તો ખેતરના કિનારે આવેલા વૃક્ષો ઉપર ચઢી ગયા હતા જ્યારે અમુક લોકો એ પોતાના મકાન ઉપર ચઢિ ને જંગલના રાજા વનરાજને પોતાના મોબાઈલના કેમેરામાં આ દશ્યો કેદ કર્યા હતા ત્યારે આ વિડિઓ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયા હતાહાલ તો ઘેડ વિસ્તારમાં જંગલના રાજા સિંહના આંટાફેરા થઈ રહિયા છે ત્યારે રાત્રી દરમિયાંન ખેતરે જતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

Related posts

રાજકોટમાં લાંચ લેતા ૨ જીએસટી અધિકારી પકડાયા

editor

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં

aapnugujarat

आतंकवाद से निपटने में सभी देश जिम्मेदारी निभाएं : चीन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1