Aapnu Gujarat
Uncategorized

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાયાત્રાનું વેરાવળ તાલુકાનાં ગામોમાં પરિભ્રમણ

સોમનાથ જિલ્લાનાં વેરાવળ તાલુકામાં એકતાયાત્રા બીજાદીવસે પાલડી, સારસવા, ઉંબા, ઇણાજ, ખેરાળી, હસનાવદર, ઉમરાળા અને ઉકડીયા ગામોમાં પરિભ્રમણ કર્યુ હતુ. પ્રખર રાષ્ટ્રભક્ત, અખંડ ભારતનાં શિલ્પી ભારતરત્ન અને પ્રજાવત્સલ રાજપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનું દેશની એકતા અખંડિતતામાં અમુલ્ય યોગદાન રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાયાત્રાનું દરેક ગામોમાં ઉમળકાભેર સ્વાગત કરી ગ્રામજનોએ પુષ્પાંજલી અર્પણ કરેલ.
આ પ્રસંગે રાજ્ય બીજ નિગમનાં ચેરમેનશ્રી જણાવ્યું હતું કે, વિશ્વની સૈાથી ઉંચી પ્રતિમાની વિશિષ્ટતાથી જન સમુદાયને અવગત કરવા માટે એકતા યાત્રા જિલ્લામાં ફરશે. સરદાર વલ્લભભાઇ પટેલે બ્રિટીશ શાસનનાં અંત પછી ભારતનાં ૫૬૨ દેશી રજવાડાઓને એક કરી અખંડ ભારતનાં શીલ્પી બન્યાં હતા.
પૂર્વમંત્રીશ્રી જશાભાઇ બારડે જણાવેલ કે, વલ્લભભાઇ પટેલ એક અગ્રગણ્ય સ્વાતંત્ર્ય સેનાની હતા. કુટુંબનાં હિતની પરવા કર્યા વગર દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્ય અર્પણ કરી દીધું હતું. આ એકતાયાત્રામાં પ્રવાસન નિગમનાં ડિરેકટરશ્રી ઝવેરીભાઇ ઠકરાર, અગ્રણીશ્રી સરમણભાઇ સોલંકી, સંજયભાઇ ડોડીયા, જિલ્લા પંચાયતનાં સભ્ય પ્રતાપભાઇ, વિજયભાઇ પરમાર, દાનસિંહભાઇ, મમદભાઇ તવાણી, તાલુકા પંચાયતનાં સભ્ય ફારૂકભાઇ, પ્રવિણભાઇ આમહેડા, મામલતદારશ્રી દેવકુમાર આંબલીયા, પાણી-પૂરવઠાનાં ઇજનેરશ્રી રાઠોડ સહિત અધિકારીઓ-પદાધિકારીઓ સહભાગી થયા હતા.

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

સોમનાથ -કોડીનાર રેલવે પ્રોજેક્ટ રદ કરવા કલેક્ટરને પત્ર પાઠવતા ઉષાબેન કુસકીયા

aapnugujarat

गुटखा खाकर बच्चों को पढ़ा रहे टीचर पर ऐक्शन

aapnugujarat

૭૫ ટકા હાજરી હશે તો જ વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડની પરીક્ષા આપી શકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1