Aapnu Gujarat
Uncategorized

ગીર સોમનાથ જિલ્લામાં સરદાર સાહેબનો દેશની એકતા-અખંડિતતાનો સંદેશો જન-જન સુધી પહોચાડવા એકતાયાત્રાનો શુભારંભ

ગીર સોમનાથ, તા.-૨૦, સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં આજથી એકતા રથયાત્રાનો વેરાવળ ખાતેથી રાજ્ય બિજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવાએ શુભારંભ કરાવ્યો હતો.
આ એકતાયાત્રા ગામે-ગામ જન-જન સુધી સરદાર સાહેબનો દેશની એકતા અખંડિતતાનો સંદેશો પહોંચાડશે તેમ જણાવી શ્રી રાજશીભાઈ જોટવાએ કહ્યું કે, નર્મદા ડેમ સાઈટ પર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સરદાર સાહેબની વિશ્ર્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ તા. ૩૧ ઓક્ટોબરના રોજ લોકાર્પણ કરશે જે આપણા માટે ગૌરવની વાત છે.
પૂર્વ મંત્રીશ્રી જશાભાઈ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન જાલંધરા, સાંસદશ્રી ચુનીભાઈ ગોહેલ, પ્રવાસન નિગમના ડિરેકટરશ્રી ઝવેરીભાઈ ઠકરાર, નગરપાલીકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર, અગ્રણીશ્રી ડાયાભાઈ જાલંધરા, જગદીશભાઈ ફોફંડી, મહેન્દ્રભાઈ પીઠીયા, સરમણ સોલંકી, કિશોર સામાણી, નગરપાલીકાના સદસ્યો, અધિક કલેકટરશ્રી એચ.આર.મોદી, આસી.કલેકટરશ્રી નીતીન સાંધવાન સહિત અધિકારીઓ-પદાધિકારીઓ એકતાયાત્રાના શુભારંભ પ્રસંગે સહભાગી થઈ સરદાર સાહેબને ભાવાંજલી અર્પી હતી.
એકતાયાત્રા વેરાવળથી પ્રસ્થાન બાદ ડારી, વડોદરા-ડોડીયા, આદ્રી, સીડોકર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આવતા ગ્રામજનો દ્રારા એકતા રથયાત્રાનુ ભવ્ય સ્વાગત કરવા સાથે સરદાર સાહેબને ભાવાંજલી અર્પી હતી.
સરદાર સાહેબે ખેડૂતો માટે જીવન સમર્પીત કરવા સાથે ૫૬૨ રજવાડાઓને એક કરી અખંડ ભારતનુ નિર્માણ કર્યું હતું. ધર્મ-જાત વર્ગ કોઈ ભેદભાવ વગર સરદાર સાહેબ જીવન પર્યત સેવાઓ આપી હતી. વેરાવળ ખાતે એકતાયાત્રાના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એસ.કે.મોદીએ સૌનુ સ્વાગત અને મામલતદારશ્રી દેવકુમાર આંબલીયાએ આભાર દર્શન કર્યું હતું.

તસ્વીરમહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

नई टेलिकॉंम पॉलिसी में सबके लिए इंटरनेट : टेलिकोम मंत्री मनोज सिन्हा

aapnugujarat

જુનાગઢ શહેરમાંથી થયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલતી ગીર સોમનાથ એલ.સી.બી.

aapnugujarat

બોપલ – ઘુમા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર જીનો ‘ભીમ જ્યોત કાર્યક્રમ’ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1