Aapnu Gujarat
Uncategorized

જુનાગઢ શહેરમાંથી થયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલતી ગીર સોમનાથ એલ.સી.બી.

હાલમાં ગીર સોમનાથ જીલ્‍લા વિસ્‍તારમાં બનતા વાહનચોરીના ગુનાઓ અટકાવવા જીલ્‍લા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ પોલીસ વડાશ્રી હિતેશ જોયસર સા.શ્રીની સુચના અનુસાર એલ.સી.બી. સ્ટાફના માણસો પોલીસ ઇન્સ. બી.બી.કોળી સા.ના માર્ગદર્શન મુજબ જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન  

તા.૦૭/૦૭/૨૦૧૮ ના રોજ પો.હેડ કોન્સ. રામદેવસિંહ જાડેજા, લલીતભાઇ ચુડાસમા તથા પો.કોન્સ. કનકસિંહ કાગડાનાઓને હકીકત મળેલ કે, વેરાવળનો અને હાલ જુનાગઢમાં ઢાલ રોડ ઘાંચીની કમાન, સ્ટાર વાળાના મકાનમાં રહેતો જાવીદહુસેન સૈયદમહમદ અલ્વી ચોરી કરેલ મોટર સાયકલ સાથે જુનાગઢ રોડ તરફથી વેરાવળ આવે છે તેવી હકકીત મળતા તુરત જ વોચમાં રહેતા સદર ઇસમ મો.સા. સાથે આવતા તેને રોકી મોટર સાયકલના કાગળ, બીલ કે આધાર પુરાવા માગતા નહી હોવાનુ જણાવતા કાયદેસર કબ્જે કરેલ વધુ યુકિત પ્રયુકિતથી અન્ય ચાર  મોટર સાયકલોની આજથી ચારથી પાંચ વર્ષ પહેલા જુનાગઢ ખાતેથી ચોરી કરેલની કેફીયત આપતા ચોરાયેલા મોટર સાયકલો વેરાવળ શહેરમાંથી કબ્જે કરી મજકુર ઇસમને ધોરણસર અટક કરી આ બાબતે તપાસ કરતા ઉપરોકત વાહનમાંથી ત્રણ વાહનો અંગે જુનાગઢ શહેરમાં એ ડીવી તથા બી ડીવી પો.સ્ટે. માં ગુનાઓ નોંધાયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયેલ છે અને આગળની વધુ તપાસ પો.હેડ કોન્સ. રામદેવસિંહ જાડેજા ચલાવી રહેલ છે.

હાલમાં ગીર સોમનાથ જીલ્‍લા વિસ્‍તારમાં બનતા વાહનચોરીના ગુનાઓ અટકાવવા જીલ્‍લા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ પોલીસ વડાશ્રી હિતેશ જોયસર સા.શ્રીની સુચના અનુસાર એલ.સી.બી. સ્ટાફના માણસો પોલીસ ઇન્સ. બી.બી.કોળી સા.ના માર્ગદર્શન મુજબ જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન  

આજરોજ તા.૦૭/૦૭/૨૦૧૮ ના રોજ પો.હેડ કોન્સ. રામદેવસિંહ જાડેજા, લલીતભાઇ ચુડાસમા તથા પો.કોન્સ. કનકસિંહ કાગડાનાઓને હકીકત મળેલ કે, વેરાવળનો અને હાલ જુનાગઢમાં ઢાલ રોડ ઘાંચીની કમાન, સ્ટાર વાળાના મકાનમાં રહેતો જાવીદહુસેન સૈયદમહમદ અલ્વી ચોરી કરેલ મોટર સાયકલ સાથે જુનાગઢ રોડ તરફથી વેરાવળ આવે છે તેવી હકકીત મળતા તુરત જ વોચમાં રહેતા સદર ઇસમ મો.સા. સાથે આવતા તેને રોકી મોટર સાયકલના કાગળ, બીલ કે આધાર પુરાવા માગતા નહી હોવાનુ જણાવતા કાયદેસર કબ્જે કરેલ વધુ યુકિત પ્રયુકિતથી અન્ય ચાર  મોટર સાયકલોની આજથી ચારથી પાંચ વર્ષ પહેલા જુનાગઢ ખાતેથી ચોરી કરેલની કેફીયત આપતા ચોરાયેલા મોટર સાયકલો વેરાવળ શહેરમાંથી કબ્જે કરી મજકુર ઇસમને ધોરણસર અટક કરી આ બાબતે તપાસ કરતા ઉપરોકત વાહનમાંથી ત્રણ વાહનો અંગે જુનાગઢ શહેરમાં એ ડીવી તથા બી ડીવી પો.સ્ટે. માં ગુનાઓ નોંધાયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયેલ છે અને આગળની વધુ તપાસ પો.હેડ કોન્સ. રામદેવસિંહ જાડેજા ચલાવી રહેલ છે.

રિપોર્ટર :- ભાસ્કર વૈધ (સોમનાથ)

Related posts

બોપલ – ઘુમા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર જીનો ‘ભીમ જ્યોત કાર્યક્રમ’ યોજાયો

editor

રીતિક રોશન હજુ પૂર્વ પત્ની સુઝેનની પુરતી કાળજી લે છે

aapnugujarat

કરોડોના ખર્ચે બનાવેલી ચોપાટી ને ફરી નુકશાન, બે-બે કલેકટર બદલાયા છતાં કામ બાકી

editor

Leave a Comment

UA-96247877-1