Aapnu Gujarat
Uncategorized

કરોડોના ખર્ચે બનાવેલી ચોપાટી ને ફરી નુકશાન, બે-બે કલેકટર બદલાયા છતાં કામ બાકી

સોમનાથથી અમારા સંવાદદાતા મહેન્દ્ર ટાંક જણાવે છે કે, ગીર સોમનાથ જીલ્લા ના વડામથક વેરાવળમા નગરપાલીકા વિસ્તારમા આવેલ ચોપાટી નવનિમાઁણ નુ કામ વષોઁથી ગોકળગાય ની ગતિએ ચાલી રહેલ છે . ગીર સોમનાથ ના વડામથક વેરાવળ મા આવેલ ચોપાટી બે બે કલેકટર બદલાયા છતા હજુt કામ પૂર્ણ થયુ નથી…વેરાવળમા લોકોને ફરવા માટે ચોપાટી એક જ સ્થળ આવેલ છે ત્યારે કરોડો રુપીયાના ખર્ચે આ ચોપાટીનુ કામ 90% પૂર્ણ થઇ ગયેલ છે પરંતુ લોકાપર્ણ કરવા વહીવટી તંત્ર કે રાજકીય આગેવાનોને યોગ્ય મુહૂર્ત આવતુ નથી .

ત્યારે આ નવનિમાઁણ થઇ રહેલી ચોપાટી વિશાળ જગ્યામા બનાવવામા આવેલ છે જેમા બાળકો માટે હીચકા, લસરપટૃટી, સહીત ના રમત ગમતના સાધનો , વૃધ્ધો માટે બેસવા માટે બાકડાઓ, ઠેરઠેર કચરા પેટી , લાઇટો , સીકયુરીટી , સહીત અનેક આધુનિક સુવિધાઓ સાથે આ ચોપાટી નિમાઁણ 90% પામી ચુકી છે ત્યારે હાલ તો આ ચોપાટી પર કચરાના ગંજ , લાઇટો બંધ , બાકડાઓ ટુટેલા સહીત નુ નુકશાન થઇ રહ્યુ છે ત્યારે વહેલી તકે લોકો માટે બનાવેલ આ ચોપાટીનુ લોકાપર્ણ થાય તેવુ લોકો ઈચ્છી રહયા છે. કરોડોના ખર્ચ સાથે વેરાવળ ચોપાટી બનાવવામા આવી છે ત્યારે લોકોને ફરવા માટે એક જ સ્થળ ચોપાટી છે પરંતુ લોકાપર્ણ ના વાકે ખુલ્લુ મુકવામા આવેલ નથી .આ ચોપાટી પર લોકોને આવવા પર મનાઇ હુકમ છે .રાજકીય લોકોના ઇશારે હજુ સુધી લોકાપર્ણ કરવામા આવેલ નથી . મિતેષ પરમાર , ગીર સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળ ખાતે નવનિમાઁણ પામી રહેલ ચોપાટી નુ લોકાપર્ણ કરવાની વાતો 2016 મા થવાની રાજકીય આગેવાનો કરી રહ્યા હતા પરંતુ આજે 2021 પણ આવી ચુકી છે છતા આ ચોપાટી નુ લોકાપર્ણ થયુ નથી .લોકો માટે બનાવવામા આવેલ કરોડાના ખચેઁ બની રહેલ ચોપાટી હાલતો ઘણી ક્ષતી પામેલ હાલતમા જોવા મળી રહી છે.

Related posts

हॉन्गकॉन्ग से नीरव मोदी को सौंपने को कहा : विदेश मंत्रालय प्रवक्ता रवीश कुमार

aapnugujarat

દરિયાનું પાણી ઘોઘા ગામમાં ઘુસી જતા લોકો પરેશાન

editor

હળવદ જુથ અથડામણમાં વધુ એક ઘાયલનું મોત નિપજ્યું : સિવિલમાં બંદોબસ્ત ગોઠવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1