Aapnu Gujarat
Uncategorized

સોમનાથ -કોડીનાર રેલવે પ્રોજેક્ટ રદ કરવા કલેક્ટરને પત્ર પાઠવતા ઉષાબેન કુસકીયા

સોમનાથ-કોડીનાર નવી રેલ્વે લાઈન પ્રોજેક્ટ માત્ર ઉધોગોને રાજી રાખવા ના હેતુસર મંજુર કરવામાં આવેલ હોવાના આક્ષેપ સાથે પ્રોજેક્ટ નો વિરોધ નોંધાવતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મંત્રી ઉષાબેન કુસકીયા એ જિલ્લા કલેકટર ને પત્ર પાઠવી આ પ્રોજેક્ટ વિશે પુન:વિચારણા કરવા માંગણી કરેલ છે…
પત્ર માં જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ હેઠળ સિંહોનો વસવાટ આવેલ હોય આ ઉપરાંત ગીર-સોમનાથ ના અસંખ્ય ખેડૂતો ની ફળદ્રુપ જમીન સરકારના નજીવા સવાર્થ ને કારણે નાશ પામી શકે છે જેથી અનેક ખેડૂતો પુરી રીતે પાયમાલ બનવાની પુરી દહેશત વ્યક્ત કરવામાં આવેલ…
આ પ્રોજેક્ટ અનુસાર નવી રેલ્વે લાઈન મુજબ અનેક ખેડૂતોની જીવાદોરી સમાન ફળદ્રુપ એવી જમીન નાશ પામી શકે છે જેથી અનેક ખેડૂતોના વીશાળ હિતોને દયાને લેવામાં આવે એ અંત્યત જરૂરી હોય જેથી આના વિકલ્પ રૂપે હાલ વેરાવળ-કોડીનાર વચ્ચે કાર્યરત મીટર ગેજ લાઈન બે બ્રોડગેજ માં રૂપાંતરિત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે.
આ ઉપરાંત વેરાવળ- કોડીનાર ને જોડતો સી સી ફોરલેન હાઇવે નું કામ પણ તાત્કાલિક અસર થી શરૂ હોય જેથી ઉધોગો ની પુરેપુરી જરૂરિયાતો સચવાય શકે તેમ હોય આમ અનેક વિકલ્પો હોવાનું જણાવી ખેડૂતોના વિશાળ હિતમાં આ પ્રોજેક્ટ અંગે પુન: વિચારણા કરવામાં આવે તે જરૂરી હોવાનું પત્ર માં જણાવેલ છે.

મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

સોમનાથ દેશનું આઈકોન મંદિર બન્યું

aapnugujarat

સોમનાથ તીર્થમાં માસિક શિવરાત્રિ નિમિત્તે જ્યોતપૂજન-મહાપૂજન-મહાઆરતી યોજાયા..

aapnugujarat

૪૦૦ કરોડનો ખર્ચ છતાં સાબરમતી નદીમાં લીલ અને ગંદકી

editor

Leave a Comment

UA-96247877-1