Aapnu Gujarat
બિઝનેસ

નવા FDI નિયમો બાદ વોલમાર્ટ ફ્લિપકાર્ટને વેચે તેવી શક્યતાઃ મોર્ગન સ્ટેનલી

રિટેલ સેક્ટરમાં FDIના નવા નિયમોથી ઈન્ડસ્ટ્રી જાણે કે હચમચી ગઈ છે. ૧ ફેબ્રુઆરીથી ઈ-કોમર્સ સેક્ટરમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણના નિયમો બદલાઈ ગયા છે. નવા નિયમો અનુસાર ઓનલાઈન પ્લેટફોર્મ પર એ કંપનીઓ સામાન નહી વેચી શકે જેમાં તેના પૈસાનું રોકાણ થયેલ છે. વોલ સ્ટ્રીટના દિગ્ગજ મોર્ગન સ્ટેનલીએ કહ્યું છે કે નવા નિયમોથી વોલમાર્ટ ફ્લિકાર્ટને વેચીને ભારતીય બજારમાં એવી રીતે નીકળી શકે છે જે રીતે એમેઝોને ચીનને છોડ્યુ હતું.
૪ ફેબ્રુઆરીના આ રિપોર્ટમાં બ્રોકરેજ ફર્મે કહ્યુ છે કે ભારતીય ઈ-કોમર્સ બજારને જટિલ થવાથી અહીથી નીકળી જવાની શક્યતા છે. આ રિપોર્ટ ૧ ફેબ્રુઆરીથી ઈ-કોમર્સ સેક્ટરના નવા હ્લડ્ઢૈંના નવા નિયમો બદલાયા છે. ડિસેમ્બરમાં સરકાર તરફથી નિર્દેશમાં કહેવામાં આવ્યુ હતુ કે ઓનલાઈન પ્લેટફોર્મ્સે એ કંપનીઓનો સામાન વેચવાની છુટ નથી. જેમાં તેમના પ્રત્યક્ષ કે પરોક્ષ ભાગીદારી હોય.
છુટક બજારના ક્ષેત્રમાં દિગ્ગજ અમેરિકી કંપની વોલમાર્ટ ઈંકે ભારતમાં ઓનલાઈન છુટક મંચ પર ફ્લિપકાર્ટમાં ૭૭ ટકા ભાગીદારી ઓગસ્ટ ૨૦૧૮માં ખરીદી હતી. વોલમાર્ટ પાસે ફ્લિપકાર્ટની ૭૭ ટકા ભાગીદારી છે.
વોલમાર્ટે (ઈટ્ઠહિૈહખ્તજ ઁીિ જીરટ્ઠિી) માટે ફ્લિપકાર્ટ જોખમ શીર્ષક આપીને કરેલા રિપોર્ટમાં જણાવ્યુ છે કે એક્ઝીટ માટે આપણી સામે એક ઉદાહરણ હાજર છે, ૨૦૧૭ના અંતમાં એમેઝોને ચીનમાં કોઈ ફાયદો ન થતો હોવાથી ચીનને અલવીદા કહેવાનો નિર્ણય કર્યો હતો.
મોર્ગન સ્ટેનલી અનુસાર નવા નિયમોમાં ફિલપકાર્ટ તરફથી ૨૫ ટકાથી વધુ પ્રોડક્ટને બહાર કરવી પડી છે. સ્પાઈ ચેન અને એક્સક્લૂઝિવ ડીલ્સમાં અનિવાર્ય ફેરફારના કારણે સ્માર્ટફોન્સ અને ઈલેક્ટ્રોનિક સેગમેન્ટ પર આની ખુબજ વ્યાપક અસર થશે. રિપોર્ટ અનુસાર અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે ૫૦ ટકા રેવન્યુ આજ કેટેગરીમાંથી આવે છે આનાથી કંપનીને મોટો ફટકો પડશે.

Related posts

Base price of 5G radiowaves is nearly 30-40% higher than rates in South Korea and US: COAI

aapnugujarat

એક મહિનામાં ત્રીજાથી 33માં નંબરે આવી ગયા ગૌતમ અદાણી

aapnugujarat

એસએમઇ આઈપીઓ સંખ્યા મામલે ગુજરાત દેશમાં પ્રથમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1