Aapnu Gujarat
બિઝનેસ

એસએમઇ આઈપીઓ સંખ્યા મામલે ગુજરાત દેશમાં પ્રથમ

નાના અને મધ્યમ ઉદ્યોગ સાહસિકો દ્વારા વર્ચસ્વ ધરાવતા એકમો વચ્ચે ગુજરાતને ભારતમાં એસએમઈ ફંડ એકત્રિત કરવાના મામલામાં સૌથી મહત્વની સફળતા મળી છે. ગુજરાત એસએમઈ આઈપીઓની સંખ્યાના મામલામાં પ્રથમ સ્થાન પર છે. ગુજરાતમાં મહત્તમ સંખ્યામાં એસએમઈ આઇપીઓ આવ્યા છે અને છેલ્લા છ નાણાંકીય વર્ષોમાં આવા આઈપીઓના કારણે ફંડ એકત્રિત કરવાના મામલામાં પણ ગુજરાત સૌથી આગળ છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેના આંકડા જારી કરવામાં આવ્યા હતા જેમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત છેલ્લા નાણાંકીય વર્ષના ગાળામાં દેશમાં આવેલા ૩૭૭ એસએમઈ આઇપીઓ પૈકી ૧૧૩ એસએમઈ આઈપીઓ સાથે પ્રથમ સ્થાને છે. આ ગાળા દરમિયાન સૌથી વધુ સંખ્યામાં નાણાં પણ ઉભા કરવામાં આવ્યા છે. આ ગાળા દરમિયાન એસએમઈ આઈપીઓ દ્વારા ૪૨૨૬ કરોડ રૂપિયા ઉભા કરાયા છે. ગુજરાત બાદ મહારાષ્ટ્ર બીજા સ્થાને છે. ગુજરાત બાદ મહારાષ્ટ્ર બીજા અને દિલ્હી ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં ૧૧૩ની સામે મહારાષ્ટ્રમાં ૧૦૭ એસએમઈ આઈપીઓ રહ્યા છે અને ૧૧૯૫ કરોડ રૂપિયા ઉભા કરાયા છે. આવી જ રીતે દિલ્હીમાં ૩૦ એસએમઈ આઈપીઓ રહ્યા છે અને ૨૬૦ કરોડ રૂપિયા ઉભા કરાયા છે. આ યાદીમાં પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન ત્યારબાદના ક્રમમાં આવે છે.

Related posts

एयर एशिया इंडिया शुरू करेगी कई उड़ानें

aapnugujarat

નેસ્લે અને એચયુએલે તેમના ઉત્પાદનોના ભાવમાં વધારો કર્યો

aapnugujarat

રેસ્ટોરન્ટ અને સ્મોલ બિઝનેસ માટે જીએસટી કાપની માંગણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1