Aapnu Gujarat
Uncategorized

રાજકોટ જિલ્લા બેંક ચૂંટણી : ભાજપમાં બળવો

રાજકોટ જિલ્લા બેંકની ચૂંટણીમાં આજે રાજ્ય સરકારના મંત્રી જયેશ રાદડીયા સહિત તમામ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. મોટા ભાગની બેઠકો બિન હરીફ થવાની શક્યતા છે. પરંતુ રાજકોટ તાલુકાની બેઠકમાં ભાજપનાં જ અમુક આગેવાનો દ્વારા બળવો કરવામાં આવ્યો છે ભાજપના જ એક જૂથ દ્વારા વિજય સખીયાનું ફોર્મ ભરવામાં આવ્યું છે.
દિગગજ સહકારી આગેવાન અને સૌરાષ્ટ્રના ખેડૂત નેતા વિઠ્ઠલ રાદડિયાની ગેરહાજરીમાં પ્રથમ વખત રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણી યોજાવાની છે. આજે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને બેંકના વર્તમાન ચેરમેન જયેશ રાદડિયા સહિત ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા. આ સમયે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો સાંસદો અને સહકારી તથા ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ તાલુકાની બેઠકમાં ભારે ખેંચતાણ બાદ ભાજપના એક જૂથના આગેવાન વિજય સખીયાએ ફોર્મ ભરતા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, એક બેઠકની ચૂંટણીથી બેંકને કોઈ ફેર નહીં પડે અમારા સમજાવટના પ્રયાસો ચાલુ છે.
રાજકોટ તાલુકાની બેઠકમાં પહેલા જિલ્લા ભાજપના પ્રમુખ ડી.કે સખીયા અને વિજય સખીયાનું નામ ચર્ચામાં હતું. પરંતુ કોઇ કારણોસર મંત્રી જયેશ રાદડીયાએ શૈલેષ ગઢીયાને મેદાનમાં ઉતારતાં વિજય સખીયાએ રાદડિયા જૂથ સામે મેદાનમાં આવ્યા છે. વિજય સખીયા આજે પોતાનું ઉમેદવારીપત્ર ભરવાની તૈયારી દર્શાવી છે. આ સમયે તેમણે જણાવ્યું હતું કે, મંત્રી જયેશ રાદડીયાએ પહેલા અમને તાલુકાની બેઠક માટે કમિટમેન્ટ આપ્યું હતું. પરંતુ કોઇ કારણોસર શૈલેષ ગઢીયાને મેદાનમાં ઉતરતાં મારે ના છૂટકે તેની સામે ઉમેદવારી ભરવાની ફરજ પડી છે. સાથે માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને જિલ્લા ભાજપ પ્રમુખ ડી. કે સખિયા, સહકારી આગેવાન હરદેવસિંહ જાડેજા,રા.લો સંઘના ચેરમેન નીતિન ઢાંકેચા અને જિલ્લા ભાજપના આગેવાન ભાનુંભાઈ મહેતા પણ જયેશ રાદડીયાની સામે મોરચો માંડ્યો છે.
રાજકોટના સહકારી આગેવાન નીતિન ઢાંકેચા અને હરદેવસિંહ જાડેજાએ પણ જયેશ રાદડિયાની સામે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જણાવ્યું હતું કે, મંત્રી જયેશ રાદડીયાએ અમને ભરોસો આપ્યો હતો કે નથુભાઈને લડવવા એટલે કાં તો ડી.કે સખિયાને લડાવામાં આવશે અથવા તો વિજય સખીયાને લડાવવામાં આવશે. પરંતુ મંત્રી રાદડિયાએ શૈલેષ ગઢીયાને ઉમેદવારી પત્ર ભરવાનું કહેતા ખળભળાટ મચી ગયો છે. એક સમયના વિઠ્ઠલ રાદડિયાના સાથે હરદેવસિંહ જાડેજાએ તો એમ પણ કહ્યું હતું કે ઘીના ઠામમાં કે નહીં પડે તો યુદ્ધ એ જ કલ્યાણ.

Related posts

જુનાગઢ સિવિલમાં વરસાદી પાણી ઘુસ્યું

aapnugujarat

રાજ્યનાં દક્ષિણ દ્વારે મેઘરાજી એન્ટ્રી

editor

સંવેદનશીલ અભિગમનું શ્રેષ્ઠ ઉદાહરણ

editor

Leave a Comment

UA-96247877-1