Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકના મિસિસિપીના 26 સાંસદો કોરોના સંક્રમિત

અમેરિકાના મિસિસિપીમાં ઘણા સાંસદો કોવિડ -19 થી સંક્રમિત થયા છે.જાહેર આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે મિસિસિપીની રાજધાનીમાં કામ કરતા ઓછામાં ઓછા 10 લોકો અને 26 સાંસદને કોરોના વાયરસનો ચેપ લાગી ગયો છે. મિસિસિપી સદનનું વાર્ષિક સત્ર 1 જુલાઇના રોજ સમાપ્ત થયુ હતું. તેમાંથી લેફ્ટનન્ટ ગવર્નર ડેલબર્ટ હોઝમેન અને ગૃહના અધ્યક્ષ ફિલિપ ગુનને પહેલેથી જ કોરોના સંક્રમિત જાહેર કરવામાં આવ્યા છે.તેઓ ઘરેજ કવોરંટાઇન થઇ ગયા છે.ત્યાં લોકો માસ્ક પહેરતા નથી અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરતા નથી તે ઝડપથી વધતા જતા કેસોનું મુખ્ય કારણ છે.

સંક્રમીતોની સંખ્યા હજુ વધવાની સંભાવના છે. રાજ્યના ટોચના પબ્લિક હેલ્થ ઓફિસર ડો. થોમસ ડોબ્સે જણાવ્યું હતું કે આ આંકડા ફક્ત એવા કેસો સાથે સંબંધિત છે કે જેની તાજેતરમાં જ જેક્સનમાં તપાસ કરવામાં આવી હતી. ઘણા સાંસદો તેમના ઘરે પાછા ફર્યા પછી પણ તપાસ કરાવી રહ્યા છે. ડોબ્સે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, કૃપા કરીને તમારી જાતને બચાવો, તમારા પરિવારજનોની રક્ષા કરો. માસ્ક પહેરો બને ત્યાં સુધી શક્ય તેટલું ઘરમાં રહેવાનો પ્રયત્ન કરો. ” આરોગ્ય વિભાગે બુધવારે જણાવ્યું હતું કે મિસિસિપીની વસ્તી 30 મિલિયન છે, સાંજ સુધીમાં ઓછામાં ઓછા 32,888 કોવિડ -19 ના કેસ સામે આવ્યા છે અને 1,188 લોકો મૃત્યુ પામ્યા છે.

Related posts

નાસાના ‘ઈનસાઈટ’ અવકાશયાનનું મંગળ ગ્રહ પર સુરક્ષિત ઉતરાણ

aapnugujarat

પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

editor

અમેરિકનો ઈલોન મસ્કની નેટવર્થ કરતાં વધુ સોફ્ટ ડ્રિંક પી જાય છે : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1