Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

પાકિસ્તાનથી અત્યારનાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, પાકિસ્તાને શુક્રવારે સવારે ૧૧ થી બપોરે ૩ વાગ્યા સુધી ફેસબુક, ટિ્‌વટર, ટિકટોક, વ્હોટ્‌સએપ અને યુટ્યુબ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. બપોરનાં ૪ વાગ્યા પછીથી, આ સેવાઓ પહેલાની જેમ ફરીથી કામ કરવાનું શરૂ કરશે.
દેશમાં આંતરિક કાયદો અને વ્યવસ્થા જાળવવા સરકારે આ નિર્ણય લીધો હોવાનુ સામે આવી રહ્યુ છે. તેહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન પર પ્રતિબંધ લગવવાનાં એક દિવસ બાદ ઇમરાન સરકારે આ પગલું ભર્યું છે. એટલું જ નહીં, પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (ઁઈસ્ઇછ) એ તમામ ટીવી ચેનલો પર પ્રતિબંધિત સંગઠનનાં કોઈપણ કવરેજ પર પ્રતિબંધ મૂક્યો છે. સુરક્ષા દળોને ડર છે કે શુક્રવારની નમાઝ બાદ ્‌ન્ઁ દેશભરમાં ભારે હિંસક વિરોધ પ્રદર્શન કરી શકે છે. જણાવી દઇએ કે, ઇમરાન ખાનની સરકાર દેશનાં કટ્ટરપંથીઓ સામે ઘૂંટણીયે આવી ગઇ છે. સોશિયલ મીડિયા પર આવા અનેકો વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં પાકિસ્તાની પોલીસ એક ધમાલ મચાવનાર ટોળાને શરણે થઇ જતી દેખાઇ રહી છે. હિંસાથી સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં લાહોર, કરાચી અને ઇસ્લામાબાદ શામેલ છે. હિંસક વિરોધ પ્રદર્શન કરનાર કટ્ટરપંથી સંગઠન તેહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (ટીએલપી) નાં વડા સાદ રિઝવીની પોલીસે ધરપકડ કરી લીધી છે.
ગૃહમંત્રાલયે તેના જાહેરનામામાં જણાવ્યું છે કે, સરકાર પાસે મજબૂત પુરાવા છે કે ટીએલપી “આતંકવાદમાં સામેલ છે અને પૂર્વાગ્રહ રીતે કામ કરે છે અને તે દેશની શાંતિ અને સલામતી માટે એક પડકાર છે”. એવું પણ કહેવામાં આવે છે કે આ સંસ્થા લોકોને ડરાવી રહી છે, લોકોને ઇજા પહોંચાડી રહી છે અને કાયદાકીય એજન્સીઓથી જોડાયેલા લોકોને ધમકી આપી રહી છે. ટી.એલ.પી. પર આતંકવાદ વિરોધી કાયદા, ૧૯૯૭ ની કલમ ૧૧ બી (૧) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાયદા હેઠળ સરકાર આતંકવાદમાં સામેલ સંગઠનો પર પ્રતિબંધ લગાવી શકે છે. નોંધપાત્ર વાત એ છે કે, પાકિસ્તાનનાં ગૃહ પ્રધાન શેખ રાશિદે બુધવારે ્‌ન્ઁ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. આ પછી વડા પ્રધાન ઇમરાન ખાને પણ તેમના આદેશને મંજૂરી આપી હતી. તદઉપરાંત, ધાર્મિક જૂથ દ્વારા કરવામાં આવેલા હિંસક પ્રદર્શનમાં બે પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા અને સુરક્ષા દળોનાં ૩૦ વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું.

Related posts

भारत को अमेरिका ने दिया नाटो देशों जैसा दर्जा : रिपोर्ट

aapnugujarat

ભારત પહેલાં ચીને બાજી મારી, રશિયન એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમનું સફળ પરિક્ષણ કર્યુ

aapnugujarat

ચીને ટેકનોલોજી સાથે સંકળાયેલી નિકાસ પર પ્રતિબંધ લાવતો કાયદો પસાર કર્યો

editor

Leave a Comment

UA-96247877-1