Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારત પહેલાં ચીને બાજી મારી, રશિયન એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમનું સફળ પરિક્ષણ કર્યુ

ચીને રશિયાથી આયાત કરેલી ઉન્નત એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરિક્ષણ કરી લીધું છે. આ સિસ્ટમની ડીલ પર અમેરિકાથી પ્રતિબંધોની ધમકીઓ પર ચિંતા છતાં ભારતે હાલમાં જ હસ્તાક્ષર કર્યા છે. ચીનના સૈન્ય, પીપલ્સ લિબરેશન આર્મીએ પહેલીવાર આ સિસ્ટમનું પરિક્ષણ કર્યુ છે, તેની ડિલીવરી રશિયાએ જૂલાઇમાં કરી દીધી હતી. ચીન અને રશિયાની વચ્ચે વર્ષ ૨૦૧૪માં આ ડિફેન્સ સિસ્ટમ માટે ૩ બિલિયન ડોલરમાં ડીલ થઇ હતી. ભારતે રશિયન એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમની ડિલીવરી ક્યારે થશે, તેની તારીખ અંગે હજુ સુધી કોઇ જાહેરાત કરી નથી.ચીનની પીપલ્સ લિબરેશન આર્મી રોકેટ ફોર્સે ગત મહિને એસ-૪૦૦નું પરિક્ષણ કર્યુ હતું. પરિક્ષણ દરમિયાન એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમે લગભગ ૨૫૦ કિમી દૂર સિમ્યુલેટેડ બેલાસ્ટિક લક્ષ્યને સફળતાપૂર્વક નષ્ટ કર્યુ. મિસાઇલ લક્ષ્યની તરફ ૩ કિમી/સેકન્ડની સુપરસોનિક ગતિથી આગળ વધી. હોંગકોંગ સ્થિત સાઉથ ચીન મોર્નિંગ પોસ્ટે ગુરૂવારે રશિયન મીડિયા રિપોટ્‌ર્સ દ્વારા આ જાણકારી આપી. જો કે, પરિક્ષણના સ્થાનનો ખુલાસો નથી કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે, ભારતે રશિયાની સાથે હથિયારોની ખરીદી પર અમેરિકન કોંગ્રેસ દ્વારા કાઉન્ટરિંગ અમેરિકાના સલાહકારોના માધ્યમથી પ્રતિબંધ અધિનિયમ હેઠળ પ્રતિબંધોની ધમકી છતાં આ વર્ષે ઓક્ટોબરમાં આ સિસ્ટમની ખરીદી માટે ૫ બિલિયન અમેરિકન ડોલરની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. ભારત ઇચ્છે છે કે, લાંબા અંતરની મિસાઇલ સિસ્ટમ આપણી એર ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરશે, ખાસ કરીને ૩૪૮૮ કિમી લાંબી ચીન-ભારત સીમા પર તેને ગોઠવવામાં આવશે. એસ-૪૦૦ને રશિયાની સૌથી એડવાન્સ લાંબા અંતરની જમીન પરથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. આ ઘાતક મિસાઇલ સિસ્ટમની ખરીદી માટે ૨૦૧૪માં રશિયાની સાથે આ ડીલને સીલ કરનાર ચીન પ્રથમ વિદેશી ખરીદદાર હતું. ચીન બાદ તુર્કી અને ભારતે પણ આ મિસાઇલ સિસ્ટમ માટે રશિયા સાથે સોદો કર્યો. એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ એકસાથે ત્રણ પ્રકારની મિસાઇલ છોડવામાં સક્ષમ છે. આ મિસાઇલ સિસ્ટમ એકસાથે ૩૬ લક્ષ્યોને ભેદી શકે છે.

Related posts

चीन ने व्यावसायिक उपयोग के लिए 5G लाइसेंस को दी मंजूरी

aapnugujarat

No decision taken to hold talks with US, till it lifts all sanctions on Iran : Rouhani

aapnugujarat

સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ઓઈલ આપવાનુ બંધ કર્યું

editor

Leave a Comment

UA-96247877-1