Aapnu Gujarat
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં ઓક્સિજનના અભાવે પાંચ દર્દીઓના મોત

મધ્ય પ્રદેશમાં કોરોનાના કારણે બહુ ખરાબ સ્થિતિ છે. રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સિજનની કમી છે પણ રાજ્ય સરકાર ત્રણ દિવસથી પૂરતો ઓક્સિજન હોવાનો દાવો કરી રહી છે. જોકે ઓક્સિજનની અછતથી મરી રહેલા દર્દીઓના કારણે સરકારના દાવાઓની પોલ ખુલી રહી છે. રાજ્યના જબલપુરમાં ઓક્સિજનની કમીના કારણે પાંચ દર્દીઓના મોત થયા છે. જે બે હોસ્પિટલમાં આ મોત થયા છે ત્યાં દર્દીઓના સ્વજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે હોસ્પિટલ સત્તાધીશો આ આરોપને ફગાવી રહ્યા છે અને તેમનુ કહેવુ છે કે, આ દર્દીઓ ગંભીર હાલતમાં હતા અને તેમનુ મોત ઓક્સિજનની અછતથી થયુ નથી. દરમિયાન તંત્ર દ્વારા બંને મામલાની તપાસ શરુ કરવામાં આવી છે. મરનાર મહિલા ૮૨ વર્ષના હતા.તેમના પુત્રે કહ્યુ હતુ કે, તેમનુ ઓક્સિજન લેવલ ૯૯ હતુ. બુધવારે અચાનક પ્રેશર ઓછુ થઈ ગયુ હતુ અને મારી માતાનુ મોત થયુ હતુ. બીજી હોસ્પિટલ સાગર મેડિકલ કોલેજોમાં ચાર દર્દીઓના મોત થયા હતા. જે ઓક્સિજન પ્લાન્ટમાંથી ઓક્સિજન સપ્લાય થાય છે તેમાં આવેલી ટેકનિકલ ખામીના કારણે ઓક્સિજન સપ્લાય કરવામાં વિક્ષેપ પડ્યો હતો અને ચાર દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.

Related posts

દેશમાં કોરોનાના દૈનિક કેસ ઘટ્યા પરંતુ મૃત્યુઆંક ડરામણો

editor

अंतरराष्ट्रीय उड़ानों पर रोक 28 फरवरी तक बढ़ी

editor

भारत के आगे झुकने को मजबूर ​हुआ चीन, 10 भारतीय जवानों को किया रिहा

editor

Leave a Comment

UA-96247877-1