Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહાકુંભમાં લોકોની ડૂબકીથી મહામારી ફેલાવાનો ખતરો તોળાયો

કોરોના કહેરની વચ્ચે મહાકુંભનું આયોજન સરકારને તો ભેખડે ભરાવશે જ પણ લાખો લોકોની જીંદગીના અસ્તિત્વ સામે પ્રશ્ન ઉભો થશે. હરિદ્વારમાં મહામારીનો ખતરો મંડરાઈ રહ્યો છે. ૧૨થી ૧૪ એપ્રિલ સુધી ત્રણ સ્નાન પર ગંગામાં ૪૯ લાખ ૩૩૧૩૪૩ સંતો અને શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી છે. જિલ્લામાં ૧૮૫૪ કોરોના પોઝિટીવ મળ્યા છે. જે ગુરૂવારે વધીને ૨૪૮૩ આંકડો પહોંચ્યો છે. આ ઘટના બાદ કેટલાય સંતો અને શ્રદ્ધાળુઓ બીમાર થયા છે.
રૂરકી વિવીના વૈજ્ઞાનિક અને નિષ્ણાંત તેનાથી સંક્રમણ વધારે પ્રમાણમાં ફેલાયુ છે, તેવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, ડ્રાઈ સરફેસની સરખામણીએ ગંગાના પાણીમાં વધારે સમય સુધી કોરોના એક્ટિવ રહી શકે છે.
ગંગાનું પાણી તેના વહેણની સાથે સાથે કોરોના પણ વહેંચશે. નિષ્ણાંતોનું માનીએ તો, સંક્રમિત લોકોનું ગંગા સ્નાન અને લાખો લોકોની ભીડ એકઠી થયાની અસર આગામી ૧૦ દિવસમાં મહામારીનું રૂપ ધારણ કરીને સામે આવશે.
અખાડા સાથે જોડાયેલા લગભગ ૪૦ જેટલા સંતો પણ પોઝિટીવ આવ્યા છે. અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરી હોસ્પિટલમાં છે. મહામંડલેશ્વર કપિલ દેવ દાસનું કોરોનાના કારણે મોત થઈ ગયુ છે. સંક્રમણ ફેલાવથી રૂડકી વિશ્વવિદ્યાલયના વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. સંદીપ શુક્લા ધર્મનગરીમાં લાખોની ભીડ એકઠી થવાના કારણે ખૂબ ચિંતિત છે.
ડૉ. શુક્લા વિભાગાધ્યક્ષ ડો. સંજય જૈનના નેતૃત્વાં કોરોના વાયરસ પર થનારી રિસર્ચ ટીમના સભ્ય છે. ૧૨ સભ્યોની આ ટીમ કોરોના વાયરસના જમા થતાં તથા વહેતા પાણીમાં સક્રિય સમયગાળા પર રિસર્ચ કરી રહ્યા છે. ડો. શુક્લા જણાવે છે કે એટલુ તો નક્કી છે કે કોરોના વાયરસ ડ્રાઈ સરફેસ અને મેટલની સરખામણીએ ભેજ અને પાણીમાં વધારે સમય સુધી સક્રિય રહે છે. પાણીમાં સક્રિયતાનું ડ્યુરેશન કેટલુ વધારે હોઇ શકે છે તેના અંગે રિસર્ચ બાદ ખુલાસા થશે.
ગુરૂકુલ કાંગડી વિશ્વવિદ્યાલયના માઈક્રોબાયલોજીકલ વિભાગાધ્યક્ષ પ્રો.રમેશ ચંદ્ર દુબેનું કહેવુ છે કે હરિદ્વારમાં સંક્રમણ ફેલાવાની શક્યતા કેટલાંય ટકા વધી ગઈ છે. વાયરસ સામાન્ય તાપમાનમાં જીવતો રહી શકે છે તથા સંક્રમિત વ્યક્તિથી મલ્ટીપ્લાઈ થઈ જાય છે.
સ્નાન દરમિયાન એક પણ સંક્રમિત વ્યક્તિએ ડૂબકી લગાવી હશે, તો કેટલાય લોકો બિમાર થઈ શકે છે. માઈક્રો બાયોલોજિસ્ટનો દાવો છે કે, કોવિડ સંક્રમણ પાણીમાં ફેલાતો નથી પણ તે ખૂબ એક્ટિવ પણ રહી શકે છે. તેથી ગંગાના વહેણના કારણે કોરોના વધુ ફેલાશે અને મહામારી આવશે.
ડો. સંદીપ શુક્લાના જણાવ્યા અનુસાર કોરોનાનો નવો સ્ટ્રેન ખૂબ જ ઘાતક છે. ત્યારે આવા સમયે કુંભનું આયોજન અને તેના માટે ભેગા થયેલા લાખો લોકોની ભીડ તથા ગંગા સ્નાન કરાવવું ખૂબ જ ચિંતા જનક છે. તેનાથી સંક્રમણ ફેલાવાની આશંકા ખૂબ જ વધી ગઈ છે.

Related posts

बांदीपुरा में 2 आतंकी ढेर

aapnugujarat

મહારાષ્ટ્રમાં વરસાદે વિનાશ વેર્યો : ૧૨ના મોત

editor

हरियाणा के चुनावी रण में उतरे राहुल गांधी, भाजपा पर साधा निशाना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1