Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીને ટેકનોલોજી સાથે સંકળાયેલી નિકાસ પર પ્રતિબંધ લાવતો કાયદો પસાર કર્યો

ચીન અને અમેરિકા લગભગ દરેક મોરચે સામ સામે છે. સાઉથ ચાઈના સીની સાથો સાથ ટ્રેડ વોર પણ બંને શક્તિશાળી દેશો વચ્ચે ભડકી ઉઠ્યું છે. હવે ચીને અમેરિકાને જવાબ વાળતા રાષ્ટ્રીય સુરક્ષાની આડમાં ટેક્નોલોજી સાથે સંકળાયેલી સંવેદનશીલ નિકાસ પર પ્રતિબંધ લાવતો એક નવો કાયદો પસાર કર્યો છે. ચીનના આ પગલાથી પહેલાથી જ ખરાબ ચાલી રહેલા અમેરિકા સાથેના તેના સંબંધો વધારે ખરાબ થઈ શકે છે.
ચીનની ટોચની કાયદા સંસ્થા નેશનલ પીપલ્સ કોંગ્રેસ સ્ટેંડિંગ કમિટીએ ગઈ કાલે શનિવારે એક કાયદો પસાર કર્યો હતો જે ચીનની તમામ કંપનીનો લાગુ પડશે. આ કાયદો વિદેશની કંપનીનોને અમલી કરવાનો રહેશે. આ નવા કાયદો ૧ ડિસેમ્બરથી અમલી બનશે.
નવે કાયદો બેઈજીંગને એ દેશો વિરૂદ્ધ પારસ્પારિક કાર્યવાહી કરવાની મંજુરી આપે છે જે નિકાસ નિયંત્રણનો દુરૂપયોગ કરે છે અને ચીનની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ બન્યા છે. નવા કાયદાના પ્રકાશિત અંશ પ્રમાણે નિકાસ નિયંત્રણો અંતર્ગત આવરી લેવામાં આવેલી વસ્તુઓમાં ટેક્નિકલ ડેટાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બેઈજીંગના નવા કાયદાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીની ટેક્નોલોજી કંપનીઓ વિરૂદ્ધ છેડવામાં આવેલા યુદ્ધને વધારે હવા આપી છે. ટ્રમ્પ પ્રશાસને લોકપ્રિય ચાઈનીઝ એપ્સ અને ટોચની કંપનીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરતા ટિક ટોક અને વીચેટ સહિત દિગ્ગજ ટેક કંપની હુઆવેઈ અને ચિપ બનાવતી સેમીકંડક્ટર મેન્યુફેક્ચર્રિંગ કોર્પ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
બેઈજીંગે કહ્યું છે કે, નવો કાયદો રાષ્ટ્રિય સુરક્ષા અને હિતોની રક્ષા માટે બનાવવામાં આવ્યો છે. નવા કાયદમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ પણ દેશ કે વિસ્તાર પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાની રાષ્ટ્રીય સુરક્ષા અને તેના હિતોના ટકરાવને ખતરારૂપ બની નિકાસ નિયંત્રણ ઉપાયોનો દુરૂપયોગ કરશે તો આ કાયદો તેના વિરૂદ્ધ પારસ્પારિક કાર્યવાહીની મંજુરી આપે છે.
આ કાયદા પ્રમાણે ચીની અધિકારી સમયાંતરે નિકાસ કંટ્રોલ લિસ્ટમાં ફેરબદલ કરી તેને યથાવત રાખી શકે છે. આ કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને ૫ મિલિયન યુઆનનો દંડ અને એક્સપોર્ટ લાઈસેન્સ રદ્દ્‌ કરવાની જોગવાઈ છે.

Related posts

ट्रंप ने मार्क एस्पर को चुना US का नया कार्यकारी रक्षा मंत्री

aapnugujarat

चीन ने भी आखिरकार जो बाइडन-कमला हैरिस को अमेरिकी राष्ट्रपति चुनाव में जीत के लिए दी बधाई

editor

અફઘાનિસ્તામાં તાલિબાનની સરકાર બનતા જ આતંકીઓમાં ઘર્ષણ

editor

Leave a Comment

UA-96247877-1