Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

હું સત્તા પર આવ્યો તો કોરોનાની સારવાર મફ્ત : ટ્રમ્પ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હવે ચૂંટણી પ્રચારમાં ભારતના રાજકારણીઓની સ્ટાઈલમાં વચનો આપવા માંડ્યા છે. ટ્રમ્પે અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યમાં એક ચૂંટણી રેલી દરમિયાન જાહેરાત કરી હતી કે, હું સત્તા પર આવ્યો તો કોરોનાના દર્દીઓની સારવાર મફત કરી દઈશ.મને જે સારવાર મળી છે તેવી જ સારવાર અમેરિકાના બીજા લોકોને મલશે. ઉલ્લેખનીય છે કે, કોરોનાથી સંક્રમિત થયા બાદ ટ્રમ્પ ચૂંટણી પ્રચારના મેદાનમાં ફરી પાછા ઉતરી ગયા છે.તેમણે આ ચૂંટણીને ટ્રમ્પ રિકવરી વર્સિલ બાઈડન ડિપ્રેશન નામ આપ્યુ છે.લોકોને તેમણે આ બેમાંથી એક વિકલ્પ પસંદ કરવા અપીલ કરી છે.
ટ્રમ્પે સભામાં ચેતવણી આપી હતી કે, જો હરીફ ઉમેદવાર જો બિડનની પાર્ટીને જીત મળી તો કોરોના વાયરસની સ્થિતિ બદતર બની જશે.આખા અમેરિકાને કોરોના લહેર બર્બાદ કરી દેશે.ડેમોક્રેટિક પાર્ટી સત્તા પર આવી તો ગેરકાયદેસર રીતે લોકડાઉન લાગુ કરીને અમેરિકાએ જે રીકવરી મેળવી છે તેને ખતમ કરી નાંખશે.બિડેન દેશને લોકડાઊન લાગુ કરીને બંધ કરી દેશે, તેના કારણે કોરોનાની રસી શોધાવામાં વધારે વિલંબ થશે અને કોરોનાની બીમારી લાંબો સમય ખેંચાઈ જશે.
આ પહેલા ફ્લોરિડામાં પણ ટ્રમ્પે કહ્યુ હતુ કે, મને જે પ્રકારની સારવાર મળી તે જ પ્રકારની સારવાર બીજા લોકોને પણ મળશે.

Related posts

पाक. ने US को दी थी आतंकी बिन लादेन की जानकारी : पीएम खान

aapnugujarat

Turkey issues arrest warrants over 200 military personnel of ties to group blamed for 2016 coup attempt

aapnugujarat

અમેરિકનો ઈલોન મસ્કની નેટવર્થ કરતાં વધુ સોફ્ટ ડ્રિંક પી જાય છે : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1