Aapnu Gujarat
Uncategorized

સિહોરમાં વાઇફાઇ સોનોગ્રાફી મશીન પકડી પાડતું જિલ્લા આરોગ્ય તંત્ર

ભાવનગર જિલ્લામાં જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી તથા સમગ્ર આરોગ્ય વિભાગ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ અંતર્ગત બેટી બચાવો-બેટી પઢાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજે નવરાત્રીના પ્રથમ દિવસે ભ્રૃણ હત્યાના કાવત્રાને અટકાવવાની ખાસ ઝુંબેશ, કાયદાકીય ઝુંબેશ અને લોક જાગૃતિના ભાગરૂપે સિહોર ખાતે પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એકટ અંતર્ગત જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટીના આદેશ અન્વયે આયુર્વેદિક ડિગ્રી ધરાવતા વૈદ્ય ભરત પુરોહિતના દવાખાનાની તપાસ હાથ ધરવામાં આવેલ હતી જેમાં ગેરકાયદેસર પોર્ટેબલ વાઇફાઇ સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરતા ડૉ. પુરોહિત સ્થળ પર જ રંગેહાથ ઝડપાઇ જતા સ્થળ પર પોર્ટેબલ વાઇફાઇ સોનોગ્રાફી મશીન અને ઇમેજ જોવા માટેનું ટેબલેટ, મોબાઈલ ચાર્જર વગેરે સાધનો પંચોની હાજરીમાં જપ્ત કરવામાં આવ્યાં હતાં જે અન્વયે હાલ આગળની કાયદેસરની કાર્યવાહી તંત્ર દ્વારા શરૂ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ૨૦૦૮ના વર્ષમાં આ તબીબ સામે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી. તદુપરાંત ૨૦૧૫માં પણ આ ડૉક્ટર સામે માતામરણ થવા બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી. આ કાર્યવાહીમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. જયેશ વકાણી, જિલ્લા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.ના નિપુલ ગોંડલિયા,ધારિણી ત્રિવેદી, પ્રતિક ઓઝા તથા તાલુકાની ટીમના સભ્યો દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી.
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

આગામી મહિનાથી કાર-બાઈક ખરીદવા મોંઘા બનશે

editor

ખનીજ ચોરીના કેસમાં ભગવાન બારડનું સસ્પેન્શન રદ કરવા સેંકડો મહિલાઓ દ્વારા માંગ

aapnugujarat

अमरेली में चाचा-भतीजा की हत्या

aapnugujarat

Leave a Comment

UA-96247877-1