Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકનો ઈલોન મસ્કની નેટવર્થ કરતાં વધુ સોફ્ટ ડ્રિંક પી જાય છે : રિપોર્ટ

શું તમે જાણો છો કે દુનિયામાં સોફ્ટ ડ્રિંકનું સૌથી વધુ વેચાણ કયા દેશમાં થાય છે? તેનો જવાબ છે અમેરિકા. સ્ટેટિસ્ટા મુજબ, આ વર્ષે અમેરિકામાં સોફ્ટ ડ્રિંકના વેચાણથી રેવન્યુ ૩૨૮ અબજ ડોલર પહોંચવાની શક્યતા છે. એટલે કે, અમેરિકાના લોકો દર વર્ષે દુનિયાના સૌથી ધનવાન ઈલોન મસ્કની નેટવર્થ કરતા વધુ સોફ્ટ ડ્રિંક પી જાય છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ, મસ્કની નેટવર્થ ૨૩૪ અબજ ડોલર છે. ૨૦૨૧માં સોફ્ટ ડ્રિંકની માર્કેટ સાઈઝ ૪૧૩.૪૬ અબજ ડોલર હતી, જે ૨૦૨૩ સુધી ૬૨૧.૬૬ અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. સોફ્ટ ડ્રિંક નોન-આલ્કોહોલિક બેવરેજ હોય છે. તેમાં જ્યૂસ, નેચરલ કે આર્ટિફિશિયલ સ્વીટનર્સ, એડિબલ એસિડ, આર્ટિફિશિયલ કે નેચરલ ફ્લેવર્સ અને કાર્બોનેટેડ ડ્રિંક હોય છે.
અમેરિકાના લોકો કેટલું સોફ્ટ ડ્રિંક પી જાય છે, તે એ આંકડા પરથી જાણી શકાય છે કે, લિસ્ટમાં સામેલ તે પછીના ૭ દેશોનું કુલ વેચાણ પણ અમેરિકાની બરાબર નથી. આ લિસ્ટમાં ચીન બીજા નંબરે છે. ત્યાં આ વર્ષે સોફ્ટ ડ્રિંકનું વેચાણ ૪૨ અબજ ડોલરે પહોંચવાનો અંદાજ છે. આ લિસ્ટમાં યુકે (૩૭ અબજ ડોલર) ત્રીજા, નાઈજેરિયા (૩૩ અબજ ડોલર) ચોથા, જર્મની (૩૦ અબજ ડોલર) પાંચમા, જાપાન (૨૭ અબજ ડોલર) છઠ્ઠા, મેક્સિકો (૧૯ અબજ ડોલર) સાતમા અને ઈન્ડોનેશિયા (૧૬ અબજ ડોલર) આઠમા નંબરે છે.
ભારતમાં સોફ્ટ ડ્રિંક્સ સેગમેન્ટ ૨૦૨૩થી ૨૦૨૭ દરમિયાન ૫.૪૦ ટકાની ઝડપથી વધવાનો અંદાજ છે. વર્ષ ૨૦૨૭ સુધી તે ૧૦.૯૨ અબજ ડોલર સુધી પહોંચી શકે છે. ભારત અને એશિયાના સૌથી ધનવાન મુકેશ અંબાણીએ પણ તાજેતરમાં સોફ્ટ ડ્રિંક માર્કેટમાં એન્ટ્રી મારી છે. તેમણે ૫૦ વર્ષ જૂની બ્રાન્ડ કેમ્પા કોલાને ખરીદી છે અને તેને રિલોન્ચ કરી છે. ભારતમાં હાલ આ માર્કેટમાં કોકા-કોલા અને પેપ્સિકોનો દબદબો છે. અંબાણીના આવવાથી પ્રાઈસ વોરની શરૂઆત થઈ ચૂકી છે.

Related posts

હાફિઝ સઈદને લાહોર હાઈકોર્ટથી રાહત, કહ્યું પાક. સરકાર ન કરે પરેશાન

aapnugujarat

स्वीडिश अदालत ने खारिज की असांजे को हिरासत में लेने की याचिका

aapnugujarat

ભવિષ્યમાં કોઈ મહિલા દલાઈ લામા બની શકે : દલાઈ લામા

aapnugujarat
UA-96247877-1