Aapnu Gujarat
બિઝનેસ

ભારતીય બિઝનેસમેન રવિ રૂઈયાએ બ્રિટનમાં ૧૨૦૦ કરોડમાં બંગલો ખરીદ્યો

ભારતીય ઉદ્યોગપતિએ લંડનમાં સૌથી મોટું ઘર ખરીદીને સમાચારોનું બજાર ગરમ કરી દીધું છે. વિદેશી મીડિયાથી લઈને દેશમાં આ ડીલને અંગે ચર્ચા થઈ રહી છે. લંડનમાં ભારતીય દ્વારા કરવામાં આવેલો આ સૌથી મોંઘો સોદો છે. ભારતીય બિઝનેસમેન રવિ રુઈયાએ લંડનમાં ૧૨૦૦ કરોડ રૂપિયામાં બંગલો ખરીદ્યો છે. રવિ રુઈયાએ બ્રિટનની રાજધાની લંડનમાં આ ઘર ખરીદ્યું છે, જે લંડનની સૌથી મોંઘી મિલકત તરીકે ઓળખાય છે. જોકે, રવિ રુઈયા એવા પ્રથમ બિઝનેસમેન નથી કે જેમણે લંડનમાં ઘર ખરીદ્યું હોય. આ પહેલા સુનીલ મિત્તલ, અનિલ અગ્રવાલ સહિત ઘણા ભારતીય અબજોપતિઓ છે જેઓ પહેલાથી જ લંડનમાં કાયમી રીતે રહે છે.
રવિ રુઈયા ભારતીય ઉદ્યોગપતિ અને એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક છે. રવિ રુઈયા અને શશિ રુઈયાએ મળીને વર્ષ ૧૯૬૯માં એસ્સાર ગ્રુપની શરૂઆત કરી હતી. વર્ષ ૧૯૪૯માં જન્મેલા રવિ મિકેનિકલ એન્જિનિયર છે. તેમની કંપની એસ્સાર ગ્રુપ સ્ટીલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, કોમ્યુનિકેશન, શિપિંગ, પ્રોજેક્ટ્‌સ અને મિનરલ્સના સેક્ટરમાં કામ કરે છે. એસ્સાર ગ્રુપ ૨૦થી વધુ દેશોમાં હાજરી ધરાવે છે. ૭૫૦૦૦ થી વધુ કર્મચારીઓ ધરાવતી એસ્સાર કંપનીનું મૂલ્ય ૧૭ બિલિયન ડોલર છે. વર્ષ ૨૦૧૨માં ફોર્બ્સે રુઈયા બ્રધર્સને વિશ્વના સૌથી ધનિક ભારતીય તરીકે સ્થાન આપ્યું હતું. તે સમયે તેની કુલ સંપત્તિ ૭ બિલિયન ડોલર હતી.
રવિ રુઈયાએ યુકેની રાજધાની લંડનમાં ખરીદેલો બંગલો ૧૧૩ મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ ૧૨૦૦ કરોડ રૂપિયાનો છે. આ બંગલાનું નામ હેનોવર લોજ છે, જે લંડનના રીજન્ટ પાર્કમાં સ્થિત છે. આ ઘરને ઈન્ટિરિયર ડિઝાઈનર્સ ડાર્ક એન્ડ ટેલર અને આર્કિટેક્ટ જોન નેશ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે.
તેમણે આ બંગલો રશિયન પ્રોપર્ટી ઈન્વેસ્ટર એન્ડ્રે ગોંચારેન્કો પાસેથી ખરીદ્યો હતો. તેમણે ૧૫૦ પાર્ક રોડ પર હેનોવર લોજ હવેલી ખરીદીને નવો રેકોર્ડ બનાવ્યો. તમને જાણીને નવાઈ લાગશે કે આ બંગલો ૧૯મી સદીમાં બન્યો હતો. બે વર્ષ પહેલા આ બંગલો ગોંચારેન્કો પાસે હતો.

Related posts

ફેસબુક ટૂંકમાં જ ડેટિંગ સર્વિસ લોંચ કરશે

aapnugujarat

SBI के प्रबंध निदेशक दिनेश कुमार खारा का कार्यकाल दो साल बढ़ा

aapnugujarat

હવે કંપનીએ ત્રણ દિવસમાં શેર્સનું લિસ્ટિંગ કરવાનું રહેશે : SEBI

aapnugujarat
UA-96247877-1