Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ફેસબુક ટૂંકમાં જ ડેટિંગ સર્વિસ લોંચ કરશે

ફેસબુક ટૂંક સમયમાં જ ડેટિંગ સર્વિસ લાવવાની યોજના ધરાવે છે. સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ પર ડેટિંગનો અનુભવ મળી શકશે. ફેસબુકના ચીફ એક્ઝિક્યુટીવ માર્ક જકરબર્ગે જાહેરાત કરી છે કે, દુનિયાની સૌથી મોટી સોશિયલ મિડિયા દિગ્ગજ લોકોને રોમેટિંક રિલેશનશીપમાં લાવવાના પ્રયાસ કરી રહી છે. જકરબર્ગે ફેસબુકની વાર્ષિક એફ-૮ કોન્ફરન્સમાં સોફ્ટવેર ડેવલપર્સને આ અંગેની માહિતી આપતા કહ્યું હતું કે આ ડેટિંગ સર્વિસ મારફતે લોકોને ઓનલાઈન પારસ્પરિક રીતે જોડવામાં આવશે. જકરબર્ગનું કહેવું છે કે, વર્તમાન સમયમાં ૨૦ કરોડ લોકોએ ફેસબુક પર પોતાને સિંગલ લિસ્ટ હોવાની વાત કરી છે. જકરબર્ગે કહ્યું છે કે, વર્તમાન સમયમાં ૨૦ કરોડ લોકોએ ફેસબુક પર પોતાને સિંગલ લિસ્ટ કરેલા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, ચોક્કસપણે આવું કંઇ કરી શકાય છે. તેમનું કહેવું છે કે, આ ફીચર લાંબા સમય સુધી ચાલનાર સંબંધોને શોધવા માટે રહેશે. માત્ર એક કે બે વખત મળવા માટે એક માધ્યમ તરીકે આને બનાવવામાં આવશે નહીં. આ સર્વિસ વૈકલ્પિક રહેશે જેને ટુંક સમયમાં જ લોંચ કરવામાં આવશે. અલબત્ત જકરબર્ગે લોંચ માટેની કોઇ તારીખ જાહેર કરી નથી પરંતુ તેમના કહેવા મુજબ ડેટિંગ સર્વિસ બનાવતી વેળા પ્રાઇવેસીની બાબતને પ્રાથમિકતા આપવામાં આવશે. આનો મતલબ એ થયો કે, ફેસબુક ઉપર ફ્રેન્ડલિસ્ટમાં રહેલા મિત્રો કોઇ યુઝરના ડેટિંગ પ્રોફાઇલને જોઇ શકશે નહીં. અત્રે નોંધનીય છે કે, ફેસબુકને છેલ્લા ઘણા મહિનામાં સતત ડેટાની પ્રાઇવેસીને લઇને ટિકા ટિપ્પણીનો સામનો કરવો પડ્યો છે. કેમ્બ્રિજ એનાલીટીકા વિવાદમાં જકરબર્ગને પોતે યુઝર પાસે માફી માંગવી પડી હતી. ડેટાનો ઉપયોગ કરવાને લઇને ભુલની કબૂલાત કરવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, ફેસબુક એક નવા પ્રાઇવેસી કન્ટ્રોલ ક્લિયર હિસ્ટ્રી પર પણ કામમાં વ્યસ્ત છે જેના મારફતે યુઝર્સ બ્રાઉઝિંગ હિસ્ટ્રીને ડિલિટ કરી શકશે. કંપનીએ એક બીજા બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે, આ ફીચર મારફતે એવી વેબસાઇટ અને એપને જોઇ શકાશે જેનો ઉપયોગ કરતી વેળા જાણકારી પણ ઉપલબ્ધ થશે. યુઝર્સ આ માહિતીને પોતાના એકાઉન્ટથી ડિલિટ પણ કરી શકશે. આ ઉપરાંત યુઝર્સ આ ડેટાને પોતાના એકાઉન્ટમાં સ્ટોર કરવા માટે ફીચરને પણ ટર્ન ઓફ કરી શકશે.

Related posts

ફિલ્મ અભિનેત્રી રીટા ભાદુરીનું અવસાન

aapnugujarat

ભારતનો મંગળવારે ‘મંગળ વાર’ : ૩૫૦ આતંકીનો ખાત્મો

aapnugujarat

કાગળ પર ચાલતી કંપનીઓના ડિરેક્ટરો ભરાઈ જશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1