Aapnu Gujarat
મનોરંજન

ઇલિયાના અજય દેવગનની સાથે ફરી વખત નજરે પડશે

બાદશાહો, રેડ બાદ અજય દેવગનની સાથે ઇલિયાના ડી ક્રુઝ ફરી એકવાર નજરે પડનાર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ નવ ફિલ્મના નામની ટુંક સમયમાં જ જાહેરાત કરવામાં આવનાર છે. હાલમાં તમામ બાબતોને ગુપ્ત રાખવામાં આવી રહી છે. રેડ નામની ફિલ્મ હાલમાં રજૂ થઇ હતી. જે બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઇ હતી. તેમની કેમિસ્ટ્રીની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. હવે બન્નેની જોડી ફરી નજરે પડનાર છે. ફિલ્મની પટકથા ખુબ જ રોમાંચક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અજય દેવગન છેલ્લે રેડમાં અને તે પહેલા ગોલમાલ સિરિઝની ફિલ્મમાં નજરે પડ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. અજય દેવગનની ફિલ્મો ચાહકોને એક્શનથી ભરપુર હોવાથી ખુબ પસંદ પડે છે. રિતેશ શાહ દ્વારા ફિલ્મ રેડની પટકથા લખવામાં આવી હતી. જે ચાહકોને પસંદ પડી હતી. વાસ્તવિક ઘટના પર આધારિત આ ફિલ્મ હોવાનો દાવો પહેલાથી જ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક હેવાલ મુજબ ૫૫ કરોડ રૂપિયાના જંગી ખર્ચ સાથે ફિલ્મ તૈયાર કરવામાં આવી હતી. ફિલ્મમાં અજય દેવગન અને ઇલિયાનાની સાથે સૌરભ શુક્લા પણ કામ કરી ગય હતો. રાજકુમાર ગુપ્તા દ્વારા નિર્દેશિત ફિલ્મને લઇને અજયના ચાહકો ઉત્સુક હતા. જેથી ફિલ્મ રજૂ થયા બાદ બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઇ હતી.અત્રે નોંધનીય છે કે બાદશાહોમાં અજય દેવગન અને ઇલિયાનાની જોડીની પ્રશંસા થઇ હતી. ઇલિયાનાએ પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત રણબીર કપુર સાથે બરફી મારફતે કરી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.

Related posts

કરિના લાઇમલાઇટમાં રહેવા માટે તૈમૂરની મદદ લે છે : પાયલ રોહતગી

aapnugujarat

હું રિલેશનશીપમાં રહેવા માંગુ છું : કાર્તિક આર્યન

aapnugujarat

मेरी आदित्य के साथ काम करने की काफी समय से इच्छा है : श्रद्धा कपूर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1