Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારતનો મંગળવારે ‘મંગળ વાર’ : ૩૫૦ આતંકીનો ખાત્મો

જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે ૧૪મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલાના ૧૨માં દિવસે આજે ભારતીય હવાઇ દળે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને જોરદાર હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓના તમામ કેમ્પો અને અડ્ડાઓને ફુંકી માર્યા હતા. ભારતીય હવાઇ દળે આજે વહેલી સવારે હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓ અને તેમના આકાઓને તેમની ઓકાત બતાવી હતી અને મિનિટોના ગાળામાં જ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારીને ૩૫૦થી પણ વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
માર્યા ગયેલા ત્રાસવાદીઓમાં તેમના કમાન્ડરો, આકાઓ અને આત્મઘાતી બોંબરોનો સમાવેશ થાય છે. પુલવામા હુમલાના ૧૨ દિવસ બાદ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારવા માટે વહેલી પરોઢે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્રાસવાદી અડ્ડાઓ ઉપર મિરાજ ૨૦૦૦ વિમાન મારફતે ૧૦૦૦ કિલોગ્રામના બોંબ ઝીંકવામાં આવ્યા હતા. ૧૨ મિરાજ યુદ્ધ વિમાનો દ્વારા જૈશે મોહમ્મદના આલ્ફા-૩ કન્ટ્રોલ રુમ સહિત ત્રાસવાદી અડ્ડાઓને ફૂંકી મારવામાં આવ્યા હતા. ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. બાલાકોટ અને ચપોટીમાં પણ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારવામાં આવ્યા હતા. જૈશે મોહમ્મદના તમામ અડ્ડાઓને આ ગાળામાં ફુંકી મારવામાં આવ્યા હતા. બાલાકોટ, ચિકોટી અને મુઝફ્ફરાબાદમાં જૈશ અને અન્ય ત્રાસવાદી સંગઠનોના અડ્ડાઓને ત્રાસવાદીઓ સાથે ફૂંકી મારવામાં આવ્યા હતા. સમગ્ર ઓપરેશન ૨૧ મિનિટ સુધી ચાલ્યું હતું જે ગાળામાં ભારતીય હવાઇ દળના યુદ્ધવિમાનો પાકિસ્તાનમાં ૮૦ કિલોમીટર સુધી અંદર ઘુસી ગયા હતા. પાકિસ્તાની સરહદમાં બોંબ વર્ષા કરવામાં આવી હતી. વહેલી પરોઢે ૩.૪૫ વાગે બાલાકોટમાં ત્યારબાદ મુઝફ્ફરાબાદ અને ચિકોટીમાં હુમલા કરવામાં આવ્યા હતા. ભારતના ભીષણ હવાઈ હુમલામાં જૈશના લીડર મસુદ અઝહરના સગા સંબંધીઓના પણ મોત થયા હતા જેમાં યુસુફ અઝહરનો પણ સમાવેશ થાય છે. યુસુફ કંધાર વિમાન અપહરણ કાંડમાં સામેલ હતો. ઉરી બાદ કરવામા ંઆવેલા સર્જિકલ હુમલા કરતા આ વખતે ખુબ મોટા પાયે હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય હવાઇ દળના વિમાનોએ સતત ૨૧ મિનિટ સુધી ત્રાસવાદી અડ્ડા પર બોંબ ઝીંકયા હતા. ૧૨ મિરાજ વિમાનો મારફતે હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં જોરદાર હુમલો કરવામાં આવ્યો હતો. ત્રાસવાદી કેમ્પ પર સતત બોંબ ઝીંકવામાં આવ્યા હતા.જેશે મોહમ્મદના અલ્ફા-૩ કન્ટ્રોલ રૂમ સહિત કેટલાક કેમ્પોને ફુંકી મારવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને હવાઈ દળના વડાના નેતૃત્વમાં આ હુમલા માટેની યોજના તૈયાર કરવામાં આવી હતી. અજિત ડોભાલે સવારે સફળ હુમલો કરવામાં આવ્યા બાદ આ સંબંધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપી હતી. ત્રાસવાદી કેમ્પોને ફુંકી મારવામાં આવ્યા બાદ દેશભરમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. બીજી બાજુ સરહદ પર રહેતા લોકોને કહેવામાં આવ્યુ છે કે હાલમાં સાવધાની રાખવામાં આવી છે. બાલાકોટ અને મુજફ્ફરબાદમાં હુમલા કરવામાં આવ્યા બાદ ત્રણ વાગેથી સવારે બોમ્બ ઝીંકવાની શરૂઆત કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે હાલમાં પુલવામાં ખાતે સીઆરપીએફના કાફલા પર ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યોહતો જેમાં ૪૦ જવાન શહીદ થયાહતા.
જૈશેમોહમ્મદ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. વિકાસના મામલે વાત કરતા તેમણે કહ્યુ હતુ કે દેશમાં ગરીબી નાબુદીની દિશામાં મોટા પગલા લેવામાં આવી રહ્યા છે. આતંકવાદીઓએ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થઇ ગયા હતા. તાજેતરના વર્ષોમાં સૌથી મોટા હુમલાને ત્રાસવાદીઓ દ્વારા અંજામ આપવામાં આવ્યા બાદ દેશભરમાં લોકોમાં પહેલાથી આક્રોશ છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે ત્રાસવાદીઓ દ્વારા ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના જવાનો ફસાયા હતા. ઉરીમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો પર આને સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપર સ્થિત અવન્તીપોરા વિસ્તારમાં આ હુમલા થયો હતો. આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી હતી. વિસ્ફોટક સાથે ભરેલી એક ગાડીને લઇને જૈશના ત્રાસવાદી આદિલે સીઆરપીએફ જવાનોના કાફલાની બસમાં અથડાવી હતી. હુમલા બાદ જવાનોએ પણ કાર્યવાહીના પ્રયાસ કર્યા હતા પરંતુ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. કાફલાની જે બસને ત્રાસવાદીઓએ ટાર્ગેટ બનાવી હતી તેમાં ૪૪ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો તે જમ્મુથી શ્રીનગર જઇ રહ્યો હતો તેમાં ૨૦૦૦ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરાયો તેમાં ૭૦ વાહનો હતા. છેલ્લા કેટલાક દિવસથી ભારતે પાકિસ્તાનને એકલુ પાડી દેવાના પ્રયાસ થઇ રહ્યા હતા. સાથે સાથે તેન સામે પગલા લેવામાં આવી રહ્યા હતા. પુલવામાં હુમલા બાદ વારંવાર મોદીએ કહ્યુ હતુ કે તે ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવશે. ત્રાસવાદીઓએ મોટી ભુલ કરી હોવાની પણ મોદીએ અગાઉ વાત કરી હત. આજે હુમલા કરવામાં આવ્યા બાદ દેશમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે. મિરાજ વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પણ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ભારતીય હવાઈ દળના યુદ્ધવિમાનો વન્ય વિસ્તારોમાં ચાલી રહેલા આતંકવાદી અડ્ડાઓને ટાર્ગેટ બનાવ્યા હતા. આ ત્રાસવાદી અડ્ડાઓ જૈશના લીડર મસુદ અઝહરના સાળો મૌલાના યુસુફ અઝહર દ્વારા ચલાવાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને ભારતીય હવાઈ દળે આજે જોરદાર કાર્યવાહી કરી હતી. ત્રાસવાદીઓને યોગ્ય બોધપાઠ ભણાવવામાં આવ્યો હતો. હુમલાની ફિરાકમાં રહેલા આતંકવાદીઓને ફરી એકવાર ઉંઘતા ઝડપી લેવામાં આવ્યા હતા અને મોટા મોટા દાવા કરી રહેલા આતંકવાદીઓને તેમની ઓકાત બતાવી દેવામાં આવી હતી. જૈશના લીડર મસુદ અઝહરને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી તરીકે જાહેર કરવામાં આવ્યો હોવા છતાં પાકિસ્તાન તરફથી કોઇ કાર્યવાહી થઇ રહી ન હતી અને તેના દ્વારા સેંકડો જેહાદીઓને તૈયાર કરવામાં આવી રહ્યા હતા. આખરે ભારતે હવાઈ હુમલાઓ મારફતે મોટી સંખ્યામાં આતંકવાદીઓનો ખાત્મો કર્યો હતો. જૈશના આલ્ફા-૩ કન્ટ્રોલ રુમને પણ સંપૂર્ણપણે ફૂંકી મારવામાં આવ્યું છે. બાલાકોટ અને ચકોટીમાં જૈશના અનેક અડ્ડાઓ આવેલા છે. પાકિસ્તાને સાવચેતી માટે ત્રાસવાદીઓને અન્યત્ર ખસેડ્યા હતા પરંતુ ભારતે વધુ આક્રમક રણનીતિ અપનાવીને પાકિસ્તાનની ગણતરી કરતા પણ અલગ ગણતરી કરીને ત્રાસવાદીઓ ઉપર હુમલા કર્યા હતા. વહેલી પરોઢે ઓપરેશનની શરૂઆત થઇ હતી અને ભારતીય મિરાજ વિમાનો સફળરીતે હુમલો કરીને પરત ફર્યા હતા. ૧૨ દિવસના ગાળા બાદ ભારતીય વાયુ સેના દ્વારા પોકમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. અપગ્રેડ કરવામાં આવેલા વિમાનોમાં તમામ સુવિધાઓ રાખવામાં આવી હતી. બાલાકોટ, મુઝફ્ફરાબાદ અને ચિકોટીમાં આ હુમલાઓ કરવામાં આવ્યા હતા અને તમામ આતંકવાદીઓનો ખાત્મો બોલી ગયો હતો. આતંકી યુસુફ અઝહરનું પણ મોત થયું છે. મસુદ અઝહરના સાળા યુસુફ અઝહર અને તેના પરિવારના અન્ય સભ્યોને મોતને ઘાટ ઉતારાયા હતા. યુસુફ અઝહર ઉર્ફે મોહમ્મદ સલીમ ૧૯૯૯માં ઇન્ડિયન એરલાઇન્સના વિમાનનું અપહરણ કરવામાં સામેલ હતો. તે વખતે વિમાનને અપહરણ કરીને કંધાર લઇ જવાયું હતું. તે વખતે વિમાનમાં રહેલા યાત્રીઓના બદલામાં ભારત સરકારને ૨૦૦૨માં ત્રણ ત્રાસવાદીઓને છોડવાની ફરજ પડી હતી જેમાં મસુદ અઝહરનો સમાવેશ થાય છે. મસુદ અઝહરના નામનો પણ આમા સમાવેશ હતો.

Related posts

નિરવ મોદી હોંગકોંગથી ફરાર થઇ અમેરિકા પહોંચ્યો

aapnugujarat

સેનામાં હનીટ્રેપનો સકંજો, જાસૂસીની આશંકા હેઠળ લે.કર્નલ અરેસ્ટ

aapnugujarat

ભોપાલથી લોકસભાની ચૂંટણી લડવાની વાતને કરીનાએ અફવા ગણાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1