Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીને ભારતીય સરહદ નજીક દાગ્યા રોકેટ અને મિસાઇલ્સ, કર્યો યુદ્ધાભ્યાસ

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ લાઇનની પાસે ચાલી રહેલ સરહદ વિવાદ ચીનની સાથે અનેક રાઉન્ડની વાતચીત બાદ ખત્મ થવાનું નામ લઈ રહ્યું નથી. તેની વચ્ચે ચીની આર્મી પીએલએ ભારત પર મનોવૈજ્ઞાનિક દબાણ બનાવીને અંબાડિયું કરવાની કોશિષ કરી રહ્યું છે. ભારતીય સરહદને અડીને આવેલા વિસ્તારમાં જોરદાર યુદ્ધાભ્યાસ કરીને પહાડોને થથરાવી રહ્યું છે. ચીનના સરકારી ભોપુ ગ્લોબલ ટાઇમ્સનો દાવો છે કે લાઇવ ફાયર એક્સરસાઇઝમાં ૯૦ ટકા હથિયારોનો ઉપયોગ કરાયો હતો. પરંતુ ચીનના આ પ્રકારના યુદ્ધાભ્યાસથી કંઇ ભારતને જરાય ડગમગાવી શકે તેમ નથી.
ગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું હતું કે આ અભ્યાસ પીએલએના તિબેટ થિયેટર કમાન્ડ દ્વારા ૪૭૦૦ મીટરની ઉંચાઇએ હાથ ધરવામાં આવ્યો હતો. ગ્લોબલ ટાઇમ્સે પણ આ અભ્યાસનો એક વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં ચીની સેના અંધારામાં હુમલો કરી ડ્રોન વિમાનોની મદદથી હુમલો કરી રહી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ચીની સૈન્યની રોકેટ ફોર્સ એક સાથે જોરશોરથી હુમલો કરીને આખા પર્વતીય વિસ્તારનો નાશ કરી દે છે.
એટલું જ નહીં ચીની સેનાએ ગાઇડ મિસાઇલ એટેકની પ્રેક્ટિસ પણ કરી હતી. અભ્યાસ દરમ્યાન ચીની સેનાની તોપોએ ભારે બોમ્બ ધડાકા કર્યા હતા. પીએલએના સૈનિકોએ ખભા પર રાખીને છોડાતી મિસાઇલોનું પણ પ્રદર્શન કર્યું. ગ્લોબલ ટાઇમ્સે દાવો કર્યો હતો કે પ્રેક્ટિસમાં સામેલ ૯૦ ટકા શસ્ત્રો અને સાધનો નવાનકોર છે. માનવામાં આવે છે કે ચીન અખબારે આ વીડિયો ભારત-ચીન વાતચીત દરમ્યાન દબાણ બનાવવા માટે જાહેર કર્યો છે.

Related posts

પુતિને 32 વર્ષે પરમાણુ પરીક્ષણ સાઈટ ખોલી

aapnugujarat

सोमालिया में 8 आतंकवादी ढेर

aapnugujarat

भारत-पाक तनाव के बीच UN की अपील – संयम बरतें दोनों देश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1