Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અફઘાનિસ્તામાં તાલિબાનની સરકાર બનતા જ આતંકીઓમાં ઘર્ષણ

તાલિબાનના બરાદર અને ખલીલ ઉર-રહેમાન હક્કાની વચ્ચે તીખી ચર્ચા થઇ હતી. કારણ કે તેમના આતંકી એક-બીજા સાથે વિવાદ કરી રહ્યા હતા. આ દરમિયાન બરાદરે કાબુલ છોડી દીધુ છે અને વિવાદ બાદ કંધાર શહેરમાં ભાગી ગયો છે.મુલ્લા બરાદરનું કથિત રીતે માનવું છે કે, કૂટનીતિ પર જાેર આપવું જાેઇએ, જ્યારે હક્કાની સમૂહના આકંતી અને તેમના સમર્થકોનું કહેવું છે કે, જીત લડાઇના માધ્યમથી હાંસલ થઇ હતી. હક્કાની નેટવર્કના નેતા સિરાઝુદ્દીન હક્કાની તાલિબાનની નવી સરકારમાં ગૃહ મંત્રી છે. નોંધનિય છે કે તાલિબાનના સુપ્રીમ કમાન્ડર હિબતુલ્લાહ અખુંદજાદાને લઇ પણ અટકળો બનેલી છે. જે ક્યારેય સાર્વજનિક રૂપથી જાેવા નથી મળ્યા. તે તાલિબાનની રાજનૈતિક, સૈન્ય અને ધાર્મિક મામલાઓના પ્રભારી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કતરમાં સ્થિત તાલિબાનના એક વરિષ્ઠ સદસ્ય અને તેમા સામેલ લોકો સાથે જાેડાયેલ એક વ્યક્તિએ પુષ્ટી કરી છે કે, ગત અઠવાડિયયે બંન્ન વચ્ચે તીખી ચર્ચા થઇ હતી. સૂત્રો અનુસાર, આ તીખી ચર્ચા એટલા માટે થઇ કારણ કે ઉપ-પ્રધાનમંત્રી બરાદર પોતાની સરકારથી નાખુશ હતો. આ વિવાદ એ વાતથી વણસ્યો કે તાલિબાનમાંથી કોને અફઘાનિસ્તાનમાં જીતનો શ્રેય લેવો જાેઇએ.તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકાર બની છે. પરંતુ એક અઠવાડિયાની અંદર જ તેમના ટૉપના નેતાઓમાં વિવાદ થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તાલિબાનનો સહ-સંસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદર અને એક કેબિનેટ સભ્ય વચ્ચે રાષ્ટ્રપતિ ભવનમાં જાેરદાર ઘર્ષણ થયુ. જેના પછી બરાદરના ગાયબ થયાની ખબર સામે આવી છે.

Related posts

ट्रंप संग संबंधों पर मुंह बंद रखने के लिए मिली धमकी : पॉर्न स्टार स्टॉमी डैनियल्स का दावा

aapnugujarat

બ્રેક્ઝિટ વિવાદથી વડાપ્રધાન પદને જોખમ, આખરે પીએમ થેરેસા મેની રાજીનામાની ઘોષણા

aapnugujarat

Pakistan Cabinet decides tabling bill in Parliament to amend Constitution for holding Senate polls

editor

Leave a Comment

UA-96247877-1