Aapnu Gujarat
બિઝનેસ

કેવાયસીના નામે ફોન સામે સાવચેત રહો ઃ આરબીઆઇ

આરબીઆઈએ ગ્રાહકોને દ્ભરૂઝ્રના નામ પર છેતરપિંડી કરનારાઓની કામગીરીની રીત વિશે પણ માહિતી મેળવી છે. આરબીઆઈના જણાવ્યા મુજબ આવા છેતરપિંડીના કિસ્સાઓમાં ગ્રાહકોને કોલ, એસએમએસ અને ઇ-મેઇલ દ્વારા તેમના ખાતા સંબંધિત માહિતી માંગવામાં આવે છે. આ લોકો કેટલીક વાર ગ્રાહકોને દ્ભરૂઝ્ર દસ્તાવેજાેઅપડેટ કરવાના નામે અજ્ઞાત એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરવાનું કહે છે. ત્યારબાદ ગ્રાહકોને તેમનું એકાઉન્ટ ફ્રીઝ, બ્લોક અથવા બંધ કરવાની ધમકી આપે છે. એકવાર ગ્રાહકો આ છેતરપિંડી કરનારાઓ સાથે તેમની માહિતી શેર કરે છે તો તે તેમના ખાતામાંથી પૈસા ઉપાડીને છુમંતર છે. આરબીઆઈના જણાવ્યા મુજબ “લોકોએ તેમના ખાતા સાથે સંબંધિત માહિતી બેંક શાખાને જ આપવી જાેઈએ અને બેંકની વેબસાઇટ પર જઈને જ તેને અપડેટ કરવી જાેઈએ. કેટલીક વાર બેંકોની વેબસાઇટ્‌સ જેવી વેબસાઇટ્‌સની લિંક્સ પણ તમારી સાથે શેર કરવામાં આવે છે માટે જ્યારે પણ તમે તમારી બેન્કિંગ ડિટેઈલ્સ કોઈ જગ્યાએ ઉમેરો ત્યારે સૌપ્રથમ તેની સુરક્ષા તપાસીને ત્યારબાદ જ આગળ વધવુ. આરબીઆઈ, વીમા નિયમનકાર આઈઆરડીએઆઈ, માર્કેટ રેગ્યુલેટર સેબી અને દેશની તમામ બેન્કો અમુક સમયાંતરે તેમના ગ્રાહકો પાસે દ્ભરૂઝ્ર ડોક્યુમેન્ટ અપડેટ કરાવે છે. જાે કે, તે ક્યારેય પણ વ્યક્તિગત અથવા બેંક ખાતાની માહિતી માંગતા નથી જેમકે, પિન અથવા પાસવર્ડ અથવા કાર્ડની વિગતો. કોઈ અજાણી વ્યક્તિ પોતાને બેંકનો પ્રતિનિધિ કહીને આવી વ્યક્તિગત માહિતી માંગે તો સાવચેત રહેવું અને ક્યારેય પણ અંગત માહિતી શેર ના કરવી જાેઈએ.હાલ તાજેતરના સમયમાં દ્ભરૂઝ્ર બાબતે છેતરપિંડીના અનેક પ્રકારના કિસ્સાઓ બન્યા છે. આ છેતરપિંડીની ઘટનાઓને કારણે લોકોએ ઘણીવાર મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. આ ઘટનાઓ આરબીઆઇના ધ્યાનમાં આવતા તેમણે ગ્રાહકોનું ધ્યાન દોરવા માટે અમુક સૂચનો આપ્યા છે. આરબીઆઈએ ટિ્‌વટર પર એક અગત્યનો પત્ર બહાર પાડ્યો હતો આ પત્રમાં કેવાયસીના નામે કરવામા આવતી બનાવટોને અટકાવવા વિશે કહેવામાં આવ્યું હતું. આરબીઆઈએ ગ્રાહકોને દ્ભરૂઝ્ર ના નામ પર થતી છેતરપિંડીને લઈને સાવચેત રહેવા માટે કહ્યું છે. આરબીઆઈએ જણાવ્યું કે, અમને દ્ભરૂઝ્ર દસ્તાવેજાે અપડેટ કરવાના નામે બનાવટીની ફરિયાદો સતત મળી રહી છે. ઘણા ગ્રાહકો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે અમે લોકોને સલાહ આપીએ છીએ કે તેઓ વ્યક્તિગત માહિતી, લોગિન વિગતો, દ્ભરૂઝ્ર દસ્તાવેજાેની ફોટોકોપી, ડેબિટ કાર્ડની માહિતી, પિન નંબર, પાસવર્ડ અથવા ઓટીપી તેમના બેંક ખાતા સાથે સંકળાયેલી કોઈપણ અજાણી વ્યક્તિ અથવા એજન્સીઓ સાથે શેર ન કરે.” આરબીઆઈએ પોતાની સલાહમાં લોકોને જણાવ્યું હતું કે, “આ ઉપરાંત, કોઈ અજાણી વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલી કોઈપણ માહિતી શેર ન કરો. જાે કોઈપણ તમારી પાસેથી બેન્ક સાથે સંકળાયેલ અંગત માહિતી માંગે તો તરત જ બેંકની નજીકની શાખાનો સંપર્ક કરવો જાેઈએ.”

Related posts

एसबीआई ने फिक्स्ड डिपॉजिट पर ०.७५ % तक घटाई ब्याज दर

aapnugujarat

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ભવ્ય કાર્યક્રમમાં લોંચ થશે

aapnugujarat

India’s GDP drops to 5.8% for January-March (Q4)

aapnugujarat

Leave a Comment

UA-96247877-1