Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

નાસાના ‘ઈનસાઈટ’ અવકાશયાનનું મંગળ ગ્રહ પર સુરક્ષિત ઉતરાણ

અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાના ‘ઈનસાઈટ’ અવકાશયાને મંગળના ગ્રહ પર ગઈ કાલે સલામત રીતે ઉતરાણ કર્યું છે. હવે આ અવકાશયાન આ લાલ માટીવાળા ગ્રહની જમીનમાં ઊંડે સુધી તપાસ કરશે. આ મિશન બે વર્ષનું છે. નાસાના ઓનલાઈન લાઈવ બ્રોડકાસ્ટમાં જાણી શકાયું હતું કે ‘ઈનસાઈટ’ અવકાશયાને સોમવારે સ્થાનિક સમય મુજબ બપોરે ૨.૫૪ વાગ્યે મંગળ પર સલામત રીતે ઉતરાણ કર્યું હતું. છ મહિનાના સમય અને ૩૦ કરોડ માઈલ (૪૮ કરોડ કિલોમીટર)ની સફર કર્યા બાદ આ અવકાશયાન મંગળ ગ્રહ પર ઉતર્યું છે. આ યાન ૨૬ મહિના સુધી અંતરીક્ષમાં જ રહેશે. આ સ્પેસક્રાફ્ટ મંગળની જમીનની નીચે ઊંડાણમાંના ભૌગોલિક સિગ્નલ્સની તપાસ કરશે. જેમ કે મંગળ પર ધરતીકંપ આવતા હોય છે કે નહીં તેમજ ગરમીનું પ્રમાણ કેટલું રહે છે વગેરે. મંગળ પર સ્થિર થયેલા અવકાશયાનમાંથી પૃથ્વી પરના નાસા વિજ્ઞાનીઓ રેડિયો સિગ્નલ્સ મેળવશે અને એના આધારે અભ્યાસ કરશે.
ઈનસાઈટ અવકાશયાનની પાછળ નાસા સંસ્થાના મિની અવકાશયાન ગયા છે. જેમાંનું એક છે માર્સ ક્યૂબ વન. મંગળની ધરતી પર ઈનસાઈટ અને માર્કોના સફળ ઉતરાણને પગલે પાસાડેનાસથિત નાસાની જેટ પ્રોપલ્સન લેબોરેટરી ખાતેના મિશન કન્ટ્રોલમાં રહેલા વિજ્ઞાનીઓએ હર્ષનાદોથી વધાવી લીધું હતું. ઈનસાઈટ અવકાશયાને મંગળની ધરતી પર એલીઝીયમ પ્લેનિશીયા તરીકે નામ અપાયેલી સમતલ જગ્યા પર સલામત રીતે ઉતરાણ કર્યું હતું. ઈનસાઈટને ગઈ ૫ મેએ અવકાશમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ૨૦૧૨માં નાસાએ ક્યૂરીયોસિટી રોવરને મંગળ પર લોન્ચ કર્યું હતું. ઈનસાઈટ અવકાશયાન ૬,૨૦૦ માઈલ પ્રતિ કલાકની ટોપ સ્પીડ સાથે મંગળ પર પહોંચ્યું હતું. નાસાના સાયન્સ મિશન ડાયરેક્ટોરેટના પ્લેનેટરી સાયન્સ ડિવિઝનના કાર્યવાહક ડાયરેક્ટર લોરી ગ્લેઝે કહ્યું કે અમારી સંસ્થા ૧૯૬૫ની સાલથી ભ્રમણકક્ષામાંથી તેમજ મંગળની ધરતી ઉપરથી એ ગ્રહ પરની આબોહવા, વાતાવરણ, ભૌગોલિક સ્થિતિ તથા જમીન પરના રસાયણો વિશે અભ્યાસ કરી રહી છે. હવે અમે મંગળની ધરતીના ઊંડાણમાં શું છે એનો અભ્યાસ કરીશું.

Related posts

અમેરિકાની જેલો ઈમિગ્રન્ટ્‌સથી ઉભરાઈ રહી છે

aapnugujarat

આજે પાકિસ્તાનમાં ચૂંટણી

aapnugujarat

इमरान बोले-देश में अब भी पोलियो मौजूद है यह शर्म की बात

aapnugujarat

Leave a Comment

UA-96247877-1