Aapnu Gujarat
બિઝનેસ

સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં થયા બંધ

આજના કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ ૦.૩૯ અને નિફ્ટી ૦.૪૨ ટકા નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી ૧૦૮૦૦ ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ ૩૬૫૯૪ પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે ૧૪૩ અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં ૪૫ અંકોનો ઘટાડો જોવાને મળ્યો છે.જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ ૦.૭૨ ટકા સુધીને ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સમાં ૦.૭૧ ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ ૦.૩૫ ટકાની નબળાઈની સાથે બંધ થયા છે.
અંતમાં બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૪૩.૩૬ અંક એટલે કે ૦.૩૯ ટકાના ઘટાડાની સાથે ૩૬૫૯૪.૩૩ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના ૫૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી ૪૫.૫૦ અંક એટલે કે ૦.૪૨ ટકા ઘટીને ૧૦૭૬૮ ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. બેંકિંગ, પીએસયુ બેંક, પ્રાઈવેટ બેંક, ફાઈનાન્સ સર્વિસ, મેટલ અને ઑટો શેરોમાં ૨.૬૭-૦.૬૩ ટકા સુધીનું દબાણ જોવામાં આવ્યુ.
બેંક નિફ્ટી ૨.૨૨ ટકાના ઘટાડાની સાથે ૨૨,૩૯૮.૪૫ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, ફાર્મા, આઈટી અને રિયલ્ટી શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે.દિગ્ગજ શેરોમાં એક્સિસ બેંક, ગેલ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી, ભારતી ઈન્ફ્રાટેલ અને ટાઈટન ૨.૬૦-૩.૨૧ ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં રિલાયન્સ, એચયુએલ, સન ફાર્મા, બ્રિટાનિયા, ભારતી એરટેલ અને ટીસીએસ ૦.૭૯-૩.૧૧ ટકા વધ્યો છે.
મિડકેપ શેરોમાં ફ્યુચર રિટેલ, આઈડીબીઆઈ બેંક, ટાટા પાવર, યુનાઈટેડ બ્રુઅરીઝ અને પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ ૪.૯૯-૩.૮૭ સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં એન્ડયોરન્સ ટેકનોલૉજી, જિંદાલ સ્ટીલ, બાયોકૉન, એડલવાઈઝ અને વેરરોક એન્જિયર ૩.૯૫-૧.૭૫ ટકા સુધી ઉછળો છે.સ્મૉલોકપ શેરોમાં કોસ્ટલ કૉર્પ, રેમકી ઈન્ફ્રા, પેનામા પેટ્રો, ઈન્ડો કાઉન્ટ અને આરએસડબ્લ્યુએમ ૧૦.૭૬-૫.૨૭ ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં મેડિસિમેન બાયો, આઈઓએલ કેમિકલ્સ, સિમેક, બોમ્બે બર્મા અને ગુજરાત અંબુજા એક્સપોટ્‌ર્સ ૧૬.૬૪-૯.૫૧ ટકા સુધી ઉછળા છે.

Related posts

આઈપીએલ ૨૦૨૦માં વોડાફોન-આઈડિયા કરશે સ્પોન્સરશિપ

editor

ફોર્ચ્યુને દુનિયાના ૫૦ મહાન લીડર્સમાં અદાર પૂનાવાલાને સ્થાન આપ્યું

editor

શેરબજારમાં ૯ પરિબળોની અસર જોવા મળશે : પ્રવાહી સ્થિતિ રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1