Aapnu Gujarat
બ્લોગ

શ્રમિકોની રાહતમાં વધારો કરવામાં આવે

લોકડાઉન દરમિયાન પોતાના ગામોમાં પરત ફરેલા કરોડો મજૂરોને રોજગારી મળે તે માટે સરકારે મહાત્મા ગાંધી રોજગાર યોજના (મનરેગા) માં પોતાનું સર્વસ્વ લગાવી દીધું હતું. સરકારે લગભગ સાડા ચાર કરોડ પરિવારોના જમવાની વ્યવસ્થા કરી હતી, પરંતુ આ યોજનામાં ત્રણ મોટી મર્યાદાઓ છે. એક તો તેમાં દિવસનું વેતન આશરે 200 રૂપિયા જેટલું જ છે.બીજુંએ કે કુટુંબમાંથી ફક્ત એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ મળશે. ત્રીજું, આખા વર્ષમાં 100 દિવસથી વધુ દિવસનું કામ મળશે નહીં. તેનો અર્થ એમ કે 365 દિવસમાંથી 265 દિવસ, તે મજૂર અથવા તે પરિવારે કોઈ બીજું કામ શોધવુ પડશે.લોકડાઉન બાદ સરકારે મનરેગાની કુલ આવકમાં તો વધારો કર્યો જ છે તેની સાથે સાથે કરોડો લોકોને મફત અનાજનું વિતરણ કરવાની પણ જાહેરાત કરી. તેનાથી ભારતના કરોડો નાગરિકોને રાહત મળી છે, પરંતુ હવે એકસાથે અનેક સમસ્યાઓ ઉભી થઈ છે.
પહેલીએ કે 1.25 લાખ પરિવારો ના 100 દિવસ પૂરા થયા છે. 7 લાખ પરિવારોના 80 દિવસ અને 23 લાખ પરિવારોના પણ 60 દિવસો પૂર્ણ થયા છે. બાકીના ચાર કરોડ પરિવારોના પણ થોડાક અઠવાડિયામાં 100 દિવસ પૂર્ણ થઈ જશે.તે પછી તેમને કામ નહીં મળે. તેઓ બેરોજગાર થઈ જશે. અત્યારે વરસાદના સમય દરમિયાન બિન-સરકારી કામો પણ ગામડાઓમાં પૂરતા છે, પરંતુ થોડા સમય પછી શહેરો માંથી ગામડાઓ માં આવેલા મજૂરો શું કરશે? તેમનું પેટ તેઓ કેવી રીતે ભરશે? કોરોના અને તેનો ડર એટલો ફેલાયેલો છે કે કામ કરતા લોકો શહેરોમાં પાછા ફરવા માંગતા નથી. આવી સ્થિતિમાં સરકારે તાત્કાલિક કોઈ રસ્તો શોધી કાઢવો જોઈએ. જો તે ઇચ્છે તો તે એક જ પરિવારના બે લોકોને રોજગાર આપવાની જોગવાઈ કરી શકે છે.202 રૂ દૈનિક રોજ આપવાને બદલે તે 250 રૂ રોજ પણ આપી શકે છે અને 100 દિવસની મર્યાદા 200 દિવસ સુધી વધારી શકે છે, જેથી આગામી બે-ત્રણ મહિના, જ્યાં સુધી કોરોનાનો ભય છે ત્યાં સુધી, શ્રમજીવી લોકો અને તેમના કુટુંબના વડીલો અને બાળકો ભૂખમરાથી મરે નહીં. જ્યારે કોરોનાનો ખતરો સમાપ્ત થઈ જશે, ત્યારે આ કરોડો કામદારો રાજીખુશીથી કામ પર પાછા જશે અને સરકારના માથાનો દુખાવો જાતે જ મટી જશે.જો ગાલવાન ખીણમાં તણાવ ઓછો થઈ રહ્યો હોય,તો હવે અપેક્ષા કરવામાં આવે છે કે સરકાર હવે તેનું ધ્યાન કોરોના સામે લડવામાં કેન્દ્રિત કરે.

Related posts

ગુજરાત ચુંટણી પરિણામોનું વિશ્લેષણ

aapnugujarat

ડભોઇ તાલુકાના કરનાળી ગામે આવેલા કુબેરભંડારી શિવાલયે સજ્યા રોશનીના શણગાર : મહાશિવરાત્રી અને અમાસને અનુલક્ષી કુબેરદાદાનીનગર યાત્રા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન

aapnugujarat

યહુદી : મુઠ્ઠીભર પણ સૌથી શક્તિશાળી પ્રજા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1