Aapnu Gujarat
બ્લોગ

ગુજરાત ચુંટણી પરિણામોનું વિશ્લેષણ

ગુજરાતમાં ઘણા સમય બાદ આવાં પરિણામ આવ્યાં છે. જેનું બે રીતે વિશ્લેષણ થઈ શકે છે.પહેલું એ કે ભાજપ જીતીને પણ હારી ગયો અને કોંગ્રેસ પાર્ટી હારીને પણ જીતી ગઈ.બીજું એ કે ભાજપ સતત ૨૨ વર્ષ બાદ ફરી ગુજરાતમાં સરકાર બનાવી રહ્યો છે ત્યારે પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓના રેકોર્ડની બરાબરી કરી રહ્યો છે.લોકો આ પરિણામોને પોતાની રીતે પરિભાષિત કરી રહ્યા છે.જો એક મોટું મોટું દૃશ્ય જોઇએ તો આ પરિણામો મુજબ ૨૦૧૯માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ફ્રન્ટ રનર છે.પરંતુ ૨૦૧૪ના મુકાબલામાં કોંગ્રેસ વધારે શકિતશાળી વિરોધ પક્ષ બનવાની દિશામાં છે.રાહુલ ગાંધીની જે ’પપ્પુ’ કહીને મજાક ઉડાવ્યા કરતા હતા તે હવે એ ક્રમશઃ બંધ થઈ જશે. રાજકીય પંડિતો અને તેમના વિરોધીઓની મજાક ઉડાવવાનું બંધ કરવું પડશે.કારણ કે એક હદ પછી આવી વાતો તેમના વિરુદ્ધમાં નહીં પણ પક્ષમાં થઈ જાય છે.કોઈની વધારે મજાક બનાવવાથી તેની લોકપ્રિયતા વધતી જાય છે. સાથે જ લોકોની સહાનુભૂતિ વધતી જાય છે.બધું થઈને એવો માહોલ બન્યો છે કે ૨૦૧૯માં નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બની શકે છે પણ આટલી બહુમતીથી નહીં.ફરી એક વખત કોંગ્રેસ વિપક્ષમાં બેસશે પરંતુ આ વખતે વિપક્ષી દળની તાકાત સાથે બેસશે.૪૪ નહીં પરંતુ ત્રણ આંકડા સાથે આ રાજનીતિ ઘણી રસપ્રદ બની શકે છે.
આ પરિણામને જો ભાજપના દૃષ્ટિકોણથી જોઇએ તો અંતિમ પરિણામ આવતા તેમની બેઠકો જે પણ રહી હોય પરંતુ મતોની ટકાવારી ૪૯ ટકા રહી છે.ભાજપ કહી શકે છે આટલી વિરોધી લહેર છતાં પણ તેમના મતોની ટકાવારી વધી છે.પરંતુ એ નહીં કહે કે ૧૫૦નો દાવો કરનાર અમિત શાહ અને નરેન્દ્ર મોદીને કેટલો પરસેવો પડી ગયો. કોંગ્રેસની વાપસી નથી થઈ પરંતુ કોંગ્રેસની જે નાવ ડૂબી હતી તે થોડી પાર થતી નજરે આવી. કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર થઈ શકે છે.
કોંગ્રેસ મુજબ ભાજપના નેતા એટલા પરેશાન થઈ ગયા કે દેશના વડાપ્રધાનને પૂર્વ વડાપ્રધાનને દેશદ્રોહી કહેવું પડ્યું.ભારતના ઇતિહાસમાં આવું ક્યારેય નથી થયું.આ ચૂંટણીમાં પ્રચારમાં ખુદ વડાપ્રધાને પ્રહાર કરવા પડ્યા.
પાકિસ્તાનની વાત કરીને ધ્રુવીકરણનો પ્રયાસ પણ કરવામાં આવ્યો.જોકે, વડાપ્રધાન મોદીની રાજનીતિ સાફ રીતે એ છે કે દેશ કઈ રીતે આગળ વધે, કઈ દિશામાં એ કામ કરાય.તેઓ સારી રીતે જાણે છે કે તે માટે ચૂંટણી જીતવી જરૂરી છે.એટલે ચૂંટણી જીતવા તેઓ કંઈ પણ કરી શકે. જોકે, લોકોનો આ માટે મત અલગઅલગ હોઈ શકે છે.પરંતુ કેટલાકનો એવો મત છે કે વડાપ્રધાને વ્યક્તિગત અને હોદ્દાની એમ બન્ને ગરિમા જાળવવી જોઇએ.જૂના સમયમાં જ્યારે મતદાન થતું તો કેટલાક કલાકોમાં જ બૂથ કૅપ્ચરિંગ થઈ જતું હતું જેથી આ વિસ્તારોમાં બૂથ પર મતો પ્રભાવિત થતા પરંતુ ચૂંટણીનાં પરિણામ નહીં.નાની-મોટી ગરબડો જાણી-જોઇને થતી રહી છે અને થતી રહેશે પરંતુ ભારતીય લોકશાહીની ખાસ વાત એ છે કે જે પરિણામ આવે છે, તે લોકોના વિચારોનું પ્રતિનિધિત્વ કરતા હોય છે.જિજ્ઞેશ મેવાણીને લઈને લોકો માની રહ્યા છે કે તેઓ ડાબેરીઓ સાથે ભળશે તો કોંગ્રેસનો સાથ છોડશે.પરંતુ ડાબેરીઓ કોંગ્રેસ સાથે રહેશે કે નહીં એ જોવું રહ્યું.અલ્પેશ ઠાકોર તો કોંગ્રેસની ટિકિટ પર જ જીત્યા છે. તો તેઓ તો કોંગ્રેસ સાથે જ રહેશે.હાર્દિક પટેલને ઘણી મુશ્કેલી નડી શકે છે.ભાજપે કોંગ્રેસમુક્ત ભારતનો જે નારો લગાવ્યો હતો એ મુજબ જો થયું હોત તો કોંગ્રેસને ૪૨ ટકા વોટ કઈ રીતે મળ્યા? રાહુલનો કાર્યકાળ ઘણો મુશ્કેલ રહેશે. કોંગ્રેસ અને ભાજપમાં પાયાનો તફાવત સંગઠનાત્મક રચનાનો છે. કોંગ્રેસનું સંગઠન જો ભાજપ જેવું ૨૫ ટકા પણ હોત તો પરિણામ ઊલટા બની શક્તા હતા.કોંગ્રેસ પાર્ટી લોકોના સમર્થનથી ચાલી રહી છે. તેમની પાસે પાયાના કાર્યકર્તાઓની ખોટ છે.રાહુલ ગાંધીને જો સફળતા જોઇએ તો તેમણે પણ મોદી અને શાહની જેમ ૨૪ કલાક રાજનીતિ કરવી પડશે.આમાં વિચારધારા અને સંવેદના નહીં ચાલે. ૨૦૨૪માં રાહુલ ગાંધી ૫૪ વર્ષના થશે અને મોદી લગભગ ૭૪ વર્ષના થશે. પરંતુ રસ્તો ઘણો મુશ્કેલ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી રણનીતિની રીતે જોઇએ તો આ સમયે સૌથી મોટા નેતા છે. પરંતુ અશક્ય કંઈ જ નથી. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે કોંગ્રેસ ચૂંટણી જીતી શકતી હતી, પણ થોડી કચાસ રહી જતાં હારી ગઈ છે.અત્રે નોંધવું રહ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કુલ ૧૮૨ બેઠકોમાંથી ભાજપે ૯૯ અને કોંગ્રેસે ૭૭ બેઠકો પર વિજય મેળવ્યો છે. આમ ભાજપે બહુમતી મેળવી લીધી છે.જ્યારે ત્રણ બેઠક અપક્ષ અને બે બેઠક ભારતીય ટ્રાઇબલ પાર્ટી તથા એક બેઠક નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીને મળી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણીના પરિણામથી ખુશ છે પણ તેમણે આ પરિણામોને ભાજપ માટે ફટકો ગણાવ્યો છે.રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા કહ્યું,હા, અમે જીતી શકતા હતા. પરંતુ હારી ગયા. કોઈ કચાસ રહી ગઈ હશે. રાહુલે ઉમેર્યું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો વડાપ્રધાન મોદીની વિશ્વનિયતા પર સવાલ ઊભા કરે છે, ત્યારે સવાલ એ છે કે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ક્યાં કચાસ રહી ગઈ?વર્ષોથી ભાજપનો આધાર શહેરી મતદારો રહ્યા છે અને કોંગ્રેસ આ શહેરી મતદારોને ટાર્ગેટ ન કરી શકી.રાહુલ ગાંધીની અસર શહેરોમાં વધુ ન થઈ શકી, જ્યારે ભાજપને જીતાડવામાં શહેરી મતદારોએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આથી, કોંગ્રેસે ભવિષ્યમાં આ મામલે વધુ ધ્યાન આપવું પડશે. કોંગ્રેસને દલિત-મુસ્લિમ સમુદાયનો આધાર છે અને નવા યુવાન નેતાઓને લીધે પણ ફાયદો થયો છે.જો કોંગ્રેસે વધુ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હોત તોપણ તેની અસર થઈ હોત. તદુપરાંત જો પ્રચાર અને જનસભાઓની સફળતા મામલે વિશ્લેષણ કરીએ તો ગુજરાતમાં વડાપ્રધાન મોદીએ કુલ ૩૧ બેઠકોને સાંકળતા સ્થળોએ સભાઓ કરી હતી, જેમાં ભાજપને ૧૭ અને કોંગ્રેસને ૧૩ બેઠકો પર સફળતા મળી.બીજી તરફ રાહુલ ગાંધીની વાત લઈએ તો તેમણે કુલ ૨૫ બેઠકો પર સભા કરી હતી, જેમાં કોંગ્રેસને ૧૩ બેઠક અને ભાજપને ૧૧ બેઠકો મળી છે.ગુજરાત કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ ચૂંટણી હારી ગયું તે પરિબળ મહત્ત્વનું છે.ગુજરાતમાં કોંગ્રેસના સામાન્ય ઉમેદવાર જીતી ગયા અને દિગ્ગજો ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસે નેતાઓથી માંડીને કૅડરને મજબૂત રાખવાની જરૂર હતી.વધુમાં લોકોનો અંસતોષ હતો પણ કોંગ્રેસ તેને ચેનલાઇઝ ન કરી શકી.ભાજપને મળેલી બેઠકો સૂચવે છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીની વિશ્વનિયતામાં ઘટાડો થયો છે. કોંગ્રેસના સંગઠનમાં ઉણપ રહી ગઈ છે. ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હારી ગયા. કોંગ્રેસના દસ જેટલા દિગ્ગજ નેતાઓ હારી ગયા પણ જો તેમાંથી અડધા પણ જીતી ગયા હોત તો પરિણામ કંઇક અલગ જોવા મળ્યું હોત, એટલું જ નહીં પણ ટિકિટ વહેંચણીમાં પણ કોંગ્રેસ થાપ ગઈ.

Related posts

અવિસ્મરણી પાત્રોનાં સર્જક : સ્ટેન લી

aapnugujarat

मंत्री बनाये वो मेरा अन्नदाता, भाड में जाए मतदाता- मै तो चला जिधर चले सत्ता..!

aapnugujarat

Some small Gujarati Shayaris

aapnugujarat

Leave a Comment

UA-96247877-1