Aapnu Gujarat
મનોરંજન

હુમા પ્રોડક્શન હાઉસ શરૂ કરવા સંપૂર્ણ પણે તૈયાર છે

ગેંગ્સ ઓફ વાસેપુર, અને બદલાપુર જેવી ફિલ્મો મારફતે ભારે લોકપ્રિયતા મેળવનાર ખુબસુરત હુમા કુરેશી હવે પ્રોડક્શન હાઉસ શરૂ કરવાની તૈયારી કરી ચુકી છે. બોલિવુડમાં અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધાની તે નોંધ લઇ રહી છે. તેના કહેવા મુજબ હવે બોલિવુડમાં કોઇ અભિનેત્રી ટકી શકે તેમ નથી.હુમા અભિનેત્રી અનુષ્કા શર્માથી ભારે પ્રભાવિત રહી છે. તે પણ અનુષ્કાની દિશામાં આગળ વધીને હવે ફિલ્મ નિર્માણ કરી શકે છે. હુમા કહે છે કે અનુષ્કા શર્મા ઉલ્લેખનીય કામગીરી અદા કરી રહી છે. અનુષ્કાએ ટુંકા ગાળામાં તેના પ્રોડક્શન હેઠળ કેટલીક ફિલ્મો પણ બનાવી છે. જેમાં એનએચ ૧૦ અને ફિલ્લુરીનો સમાવેશ થાય છે. સિનિયર અભિનેત્રી શાબના આઝમી પણ અનુષ્કાની હાલમાં પ્રશંસા કરી ચુકી છે. તેનુ કહેવુ થછે કે તે પોતે પણ હવે નિર્માણના ક્ષેત્રમાં કુદી જવા ઇચ્છુક છે. હુમા પોતાના ભાઇ અને અભિનેતા ાસાકીબ સલીમની સાથે મળીને ફિલ્મ નિર્માણ કરવા માટે તૈયાર છે. ૩૦ વર્ષીય હુમા કુરેશી માને છે કે વર્તમાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મહિલાઓ માટે તેમની કુશળતા સાબિત કરવાની વધારે તકો રહેલી છે. કલાકાર તરીકે અન્યો પર આધારિત રહેવાની ફરજ પડે છે. દરરોજના પગાર પર કામ કરનાર લેબરની જેમ અમારી હાલત રહે છે. પરંતુ જ્યારે ફિલ્મ નિર્માણ હોય છે ત્યારે આવી સ્થિતી હોતી નથી. સાકીબની સાથે મળીને તે પણ ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં કુદી જવા માટે તૈયાર છે. જો કે ફિલ્મમાં અભિનેત્રી તરીકે તે પોતાના કામને જારી રાખશે. તેનુ કહેવુ છે કે બોલિવુડમાં તે કેટલીક યાદગાર ફિલ્મો કરવાની ઇચ્છા ધરાવે છે.

Related posts

सोनाली बेंद्र को याद कर फुट-फुटकर रोए विवेक

aapnugujarat

પદ્માવતીમાં અદિતી રાવ રણવીરની પત્ની તરીકે દેખાશે

aapnugujarat

मेरा ट्विटर अकांउट हैक हो गया है : कियारा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1