Aapnu Gujarat
ગુજરાત

કચ્છ રણોત્સવ માણવા ઉમટી પ્રવાસીઓની ભીડ

ગુજરાતમાં તાજેતરમાં જ ચૂંટણી સંપન્ન થઈ છે. લોકો હવે ધીરેધીરે ચૂંટણી માહોલમાંથી બહાર આવી પોતાના કામમાં પરોવાયા છે. તો કેટલાંકે એક નાનકડું વેકેશન લેવાનું પસંદ કરીને કચ્છના રણોત્સવને માણવા કચ્છમાં ધામા નાંખ્યા છે. કચ્છમાં થથરાવી દેતા શિયાળાની મોસમ શરૂ થઈ ગઈ છે. ગુજરાતી કેલેનન્ડર પ્રમાણે પોષ મહિનો પણ શરૂ થઈ ગયો છે. પોષ મહિનાની કડકડતી ટાઢ પણ ગુજરાતમાં માણવાલાયક બની રહી છે. કચ્છના પ્રવાસન સ્થળોએ લોકોની ભીડ જોવા મળી રહી છે.આમ તો કચ્છ પહેલાંથી જ દેશ વિદેશનાં પ્રવાસીઓને આકર્ષતું આવ્યું છે. ખુશ્બુ ગુજરાત કીમાં કચ્છને ગુજરાતના બેસ્ટ પ્રવાસન સ્થળ તરીકે દર્શાવાયા બાદ કચ્છની તો જાણે નિકલ પડી છે. રાજ્યના પ્રવાસન વિભાગના પ્રયાસો અને અમિતાભ બચ્ચનની ખુશ્બુ ગુજરાતની એડ ફિલ્મે પ્રવાસીઓમાં રીતસરનું આકર્ષણ સર્જ્યું છે. તે એક સારા પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. કચ્છના પ્રવાસન સ્થળો પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યા છે. ‘કચ્છડો બારે માસ’ એ ઉક્તિને સાર્થક કરતાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં લાખો પ્રવાસીઓ કચ્છ રણોત્સવ તેમજ કચ્છના વિવિધ પ્રવાસન સ્થળો મુલાકાત લઇ રહ્યા છે. કચ્છના સફેદ રણથી લઈ છેક લખપત સુધી સર્વત્ર પ્રવાસીઓનીજ ભીડ દેખાય છે. જિલ્લાનું મુખ્ય મથક ભુજ ફેમસ ટૂરીસ્ટ સ્પોટમાં ફેરવાઈ ગયું છે. ભુજમાં પ્રવાસન સ્થળો જેવાકે આયનામહેલ, પ્રાગમહેલ, છતરડી, તેમજ સ્વામિનારાયણ મંદિર સહિતના સ્થળો પ્રવાસી માટે આકર્ષણ ઉભું કરી રહ્યા છે.આ વર્ષે કચ્છના ઘોરડો ખાતે ચાલી રહેલા રણોત્સવને માણવા માટે દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવ્યા છે. કચ્છનો માંડવી બીચ, માતાનામઢ, કોટેશ્વર, લખપત, કાળોડુંગર, સફેદરણ, આયનામહેલ, પ્રાગમહેલ, વિજયવિલાસ મહેલ જેવા પર્યટક સ્થળો આ પ્રવાસીઓના ફેવરીટ જેસ્ટિનેશન બની રહ્યાં છે. પ્રવાસીઓ સાથે વિધાર્થીઓ માટે પણ કચ્છ પ્રવાસ આગવું આકર્ષણ બની ગયું છે. પ્રવાસીઓની સાથો સાથ વિદ્યાર્થીઓ પણ કચ્છ કલ્ચર, સંસ્કૃતિ અને વિરાસત વિષે માહિતી મળેવી રહ્યા છે. ભુજ ખાતે આવેલા ઐતિહાસિક પ્રાગમહેલની મુલાકાતે આવેલા પ્રવાસીઓની જો વાત કરવામાં આવે તો એપ્રિલથી નવેમ્બર મહિના સુધી એક લાખ પ્રવાસીઓએ તેની મુલાકાત લીધી છે. જયારે ઓક્ટોબર મહિનામાં સૌથી વધારે ૩૨,૦૦૦ જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. કચ્છનાં રાજાશાહી યુગની પ્રાચીન વિરાસતને સાચવી રહેલાં આયના મહેલ તેમજ પ્રાગ મહેલ જોવા લાખો પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. જયારે આયના મહેલણી વાત કરવામાં આવેતો ૧.૨૦ લાખ પ્રવાસીઓ મુલાકાત લીધી છે. આમ ભુજ ખાતે આવેલા આયના મહેલ અને પ્રાગમહેલ પ્રવાસીઓ માટે આકર્ષણ ઉભું કરી રહ્યા છે. કચ્છ આવતા પ્રવાસીઓ પોતાની યાદગાર તસ્વીર તેમજ મોબાઈલમાં સેલ્ફી ખેચતા જોવા મળી રહ્યા છે. કચ્છની મુલાકાતે આવનારા મુલાકાતીઓ મહાનાયક અમિતાબ બચ્ચનની આ પંક્તિ ‘કચ્છ નહી દેખા તો કુછ નહિ દેખા’ ગણગણાવી રહ્યા છે.

Related posts

મોટર વાહન નિરીક્ષકના ૮૮ કર્મયોગીઓને નિમણૂંક પત્રો

aapnugujarat

ભાવનગરમાં રસીકરણ પ્રોત્સાહન માટે અનોખો પ્રયોગ

editor

પાટીદાર અનામત આંદોલન કોંગ્રેસ પાર્ટી પ્રેરિત આંદોલન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1