Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીના નિવેદનને લઈ ગૃહમાં હોબાળો; સંસદમાં માફી કેમ માંગે ?- નાયડૂ

નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહ પર કરેલાં નિવેદનોને લઈને સંસદમાં બુધવારે પણ ભારે હોબાળો જોવા મળ્યો છે. જેને પરિણામે રાજ્યસભાની કાર્યવાહી ૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ત્યાર પછી રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન વિપક્ષે હોબાળો કરતા તેને આખા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.કોંગ્રેસ સાંસદે મોદીની માફીની માગ કરતાં સૂત્રોચ્ચારો કર્યા હતા.
રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડૂએ કહ્યું કે,મોદીએ ગૃહમાં નિવેદન નથી આપ્યું એટલે તેમની માફીની માંગ કરવી ખોટી વાત છે.મંગળવારે પણ મોદીની માફીની માગને લઈને કોંગ્રેસે સંસદમાં હોબાળો કર્યો હતો.રાજ્યસભા એક દિવસ માટે સ્થગિત થયા બાદ ગુલાબ નબી આઝાદે કહ્યું કે, અમે વડાપ્રધાનનું સન્માન કરીએ છીએ, તેમણે ગૃહમાં આ વાત કહેવાની હિંમત દાખવવી જોઈએ. જો તેમને માફી માંગવામાં મુશ્કેલી પડતી હોય તો તેમણે એવું સ્વીકારવું જોઈએ કે ગુજરાતની ચૂંટણી જીતવા માટે આવા આરોપ કર્યા હતા. અને કહો કે હું મારા શબ્દો પાછા લઉં છું.
મંગળવારે ગુલામ નબી આઝાદે કહ્યું,ડૉ. મનમોહન સિંહ દેશ પ્રત્યે પ્રામાણિક રહ્યા છે. તેને લઇને કોઇ સવાલ ન ઉઠાવી શકે. પીએમ મોદીએ ગૃહમાં આવીને આ માટે સ્પષ્ટતા કરવી જોઇએ.કોંગ્રેસના નેતા આનંદ શર્માએ ક્રિમિનલ નેતાઓ માટે સ્પેશિયલ કોર્ટ બનાવવાના મુદ્દા પર કહ્યું કે વધુ કોર્ટ બનાવવાના મામલાને લઇને સરકારે ફંડ જાહેર કરવું જોઇએ. તેમણે એમપણ કહ્યું કે કોર્ટની સંખ્યા વધુ હશે તો કેદીઓનું ટ્રાયલ જલ્દી થશે અને તેમને જેલમાં લાંબો સમય નહીં રહેવું પડે.તેના પર આઝાદે કહ્યું કે કાયદો તમામ માટે સરખો છે. બિલને આ માટે અલગથી ન જોઇ શકાય.ગુજરાતના પાલનપુરમાં ચૂંટણી સભા સંબોધતા મોદીએ કહ્યું હતું કે પાકિસ્તાન રાજ્યની વિધાનસભા ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેઓએ દાવો કર્યો કે કેટલાક પાકિસ્તાની અધિકારી અને મનમોહન સિંહે ૬ ડિસેમ્બરે મણિશંકર ઐય્યરના ઘરે ડિનર દરમિયાન આ સીક્રેટ મીટિંગ કરી હતી.ટિ્‌વટર પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયો મેસેજમાં મનમોહન સિંહે કહ્યું હતું, હું એ આરોપોથી ખૂબ જ દુઃખી છું જે બીજા કોઈએ નહીં પરંતુ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગાવ્યા છે. એ બિલકુલ સ્પષ્ટ છે કે તેઓ ગુજરાત ચૂંટણીમાં હાર જોઈ જતા ગભરાઈ જતા આવા આરોપ લગાવી રહ્યા છે. કોંગ્રેસને પોતાની રાષ્ટ્રભક્તિ પુરવાર કરવાની જરૂર નથી, આ બધા લોકો જાણે છે. તેઓ બંધારણમાં દાયરામાં આવતા પદને નુકસાન કરવાની પોતાની મહાત્વાકાંક્ષાના કારણે આ ખોટી પરંપરાને પ્રોત્સાહન આપી રહ્યા છે. હું તેમના આરોપોને નકારી રહ્યો છું. મેં મણિશંકર ઐય્યર દ્વાર ા આયોજીત કરવામાં આવેલા ડિનરમાં ગુજરાત ચૂંટણી પર ચર્ચા ન થી કરી.

Related posts

કેરળ પુરનાં સકંજામાં : ૩૦ મોત

aapnugujarat

राफेल, राहुल और सबरीमाला मामलो पर सुप्रीम में कल सुनवाई

aapnugujarat

રામદેવે મેડિકલ માફિયાઓને આપ્યો પડકાર, આમિર ખાન સાથે લો ટક્કર

editor

Leave a Comment

UA-96247877-1