Aapnu Gujarat
ગુજરાત

મોટર વાહન નિરીક્ષકના ૮૮ કર્મયોગીઓને નિમણૂંક પત્રો

વાહન વ્યવહાર રાજ્યમંત્રી વલ્લભભાઈ કાકડિયાએ જણાવ્યું હતું કે, વાહન વ્યવહાર વિભાગ લોકોની સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો વિભાગ છે, ત્યારે વિભાગના કર્મયોગીઓએ પોતાનું ઉત્તરદાયિત્વ લોકાભિમુખ કરી અને જનસેવા કરવાની રહે છે. આજ રોજ ગાંધીનગર ખાતે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સીધી ભરતીથી નવનિયુક્ત પામેલા મોટર વાહન નિરીક્ષક (વર્ગ-૨)ના કુલ ૮૮ કર્મયોગીઓને નિમણૂંકપત્રો વાહન વ્યવહાર રાજ્યમંત્રી વલ્લભભાઈ કાકડિયા અને અન્ય મહાનુભાવોના વરદહસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. વાહન વ્યવહાર રાજ્યમંત્રીએ નવનિયુક્ત કર્મયોગીઓને કાર્યનિષ્ઠા અને ધગશથી જનસેવા કરવાની શીખ આપતા જણાવ્યું હતું કે, વાહન વ્યવહાર વિભાગ રાજ્યમાં આવકની દ્રષ્ટિએ ત્રીજો ક્રમાંક ધરાવતો વિભાગ છે ત્યારે ધૈર્ય અને કર્મઠ રીતે પોતે પોતાની જવાબદેહી પ્રત્યેક કર્મયોગી કરે તે અપેક્ષિત છે. વાહન વ્યવહાર આયુક્ત આરએમ જાદવે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, વાહન વ્યવહાર વિભાગ રાજ્ય સરકારનો ખુબ જ અગત્યનો વિભાગ છે. તેમણે નવનિયુક્ત મોટર વાહન નિરીક્ષકોને પોતાી કાર્યકુશળતા અને કૌશલ્યથી વાહન વ્યવહાર વિભાગની અને રાજ્ય સરકારની સેવા કરવાની શીખ આપી હતી. વાહન વ્યવહાર આયુક્તે નવનિયુક્ત કર્મયોગીઓ માટે તાલીમ મોડ્યુલ્સ તૈયાર કરવામાં આવી રહ્યું છે તેની વિગતો આપતા ઉમેર્યું હતું કે, હમેશા નવતર વિચારો અને અભિગમને સાથે લઇને ચાલવાથી વિકાસના નવા આયામો સિદ્ધ કરી શકાય છે. આભારવિધિ મોટર વાહન નિરીક્ષક જેજે ચુડાસમાએ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ સુધીમાં મોટર વાહન નિરીક્ષક (વર્ગ-૨)ની ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સીધી ભરતીથી બે વખત ભરતી પ્રક્રિયા યોજવામાં આવી હતી જેમાં કુલ ૮૮ ઉમેદવારોને આજરોજ ગાંધીનગર ખાતે નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

Related posts

ગુજરાત સરકારે જાહેર કર્યા નવરાત્રીના નિયમો

editor

સુરતમાં ૯૦ ટકાથી વધારે ઉમેદવારો પાસે કરોડોની સંપત્તિ

aapnugujarat

પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા ઝડપી તપાસ કરવા વિરમગામના પત્રકારોની માંગણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1