Aapnu Gujarat
ગુજરાત

પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા ઝડપી તપાસ કરવા વિરમગામના પત્રકારોની માંગણી

     અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા ઝડપી અને ન્યાયીક તપાસ કરવા વિરમગામના પત્રકારોની માંગણી કરવામાં આવી હતી અને  અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ દ્વારા મુખ્યમંત્રી ને અનુલક્ષીને  વિરમગામ નાયબ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.           વિરમગામના પત્રકારો દ્વારા આપવામાં આવેદનપત્ર મા જણાવ્યું હતું કે,  ગત શનિવાર ના રોજ અમદાવાદમાં ખાનગી ચેનલ માં કોપી એડિટર તરીકે કામ કરતાં અને નિકોલ ખાતે રહેતા પત્રકાર ચિરાગ પટેલને જીવતો સળગાવી દેવાયાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ચિરાગની લાશ કંઠવાળા પાસે અવાવરું જગ્યાએથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવેલ હતી. આ રહસ્યમય હત્યા કેસ માં પોલીસ દ્વારા તપાસ કરવા માં આવી રહી છે. ઘટના ને ત્રણ દિવસ વીતવા છતા પોલીસ ની તપાસ હજુ ત્યાની ત્યાંજ છે. બીજી બાજુ પત્રકાર જગતમાં દુખ ની લાગણી છે ત્યારે અમદાવાદ જિલ્લા મીડિયા ક્લબ દ્વારા પત્રકાર ચિરાગ પટેલની હત્યા કેસ માં પોલીસ દ્વારા ઝડપી અને ન્યાયીક તપાસ થાય તેવી માંગણી છે. પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસના આરોપીઓને ઝડપી સખત સજા થાય તેમજ ભવિષ્યમાં પત્રકારો સાથે અમાનવીય વ્યવહાર ન થાય તે માટે પત્રકારોની સુરક્ષા માટે સરકાર દ્વારા પગલાં ભરાય તેવી અમો પત્રકારોની વિનંતી છે.

પત્રકાર- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

Related posts

नाना चिलोडा में आभूषण पहनकर जा रही विवाहिता युवती की लूट

aapnugujarat

અંબાજી પગપાળા જતાં ભક્તો માટે દાંતાના જય જલિયાણ સેવા કેમ્પમાં ઉમદા વ્યવસ્થા

aapnugujarat

કાયદાનો દૂરપયોગ નિહાળીને ગુજરાત હાઇકોર્ટ ભારે નારાજ : છેતરપિંડીના કેસમાં કાપડના વેપારીને પાસા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1