Aapnu Gujarat
ગુજરાત

રાહુલની યાત્રા વેળા હાર્દિક-જીગ્નેશ સાથે મિટિંગ યોજાશે

ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં વિધિવત્‌ રીતે સામેલ કરી દીધા બાદ હવે કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભા ચૂંટણીમાં બહુ મહત્વના પરિબળ અને નિર્ણાયક સાબિત થાય તેવા પાટીદાર નેતા હાર્દિક પટેલ અને દલિત નેતા જીગ્નેશ મેવાણીને કોંગ્રેસમાં લાવવાની કવાયત તેજ કરી દેવામાં આવી છે. દરમ્યાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આજે અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાં જોડાવાના સંમેલનમાં ખાસ હાજરી આપનાર કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની તેમની વ્યસ્તતાના કારણે પાટીદાર નેતા હાર્દિક પટેલ સાથે મુલાકાત થઇ શકી ન હતી પરંતુ તા.૧લી નવેમ્બરે દક્ષિણ ગુજરાતના ચૂંટણી પ્રવાસે રાહુલ ગાંધી જયારે ગુજરાત મુલાકાતે આવશે ત્યારે હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી સાથે તેમની મુલાકાત-બેઠક યોજાય તેવી પૂરી શકયતા છે. સોંલકીએ વધુમાં જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ ગુજરાતનું મહત્વનું અંગ છે. કોંગ્રેસ દરેક સમાજને સાથે લઇને ચાલનારો પક્ષ છે. આજે ગુજરાતમાં ભાજપના કુશાસનથી પાટીદાર, ઓબીસી, એસસી-એસટી સહિતના તમામ સમાજ-વર્ગો ત્રાસી ગયા છે. ભાજપ હવે ગમે તેવું જાતિવાદનું રાજકારણ કરે પરંતુ આ બધા સમાજ એક થઇ ગયા છે અને ભાજપને ઓળખી ગયા છે. ગુજરાતના લોકો જ હવે એક થઇ ગયા છે ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીમાં લોકો જ ભાજપને જવાબ આપશે. હાર્દિક પટેલ અને રાહુલ ગાંધી તાજ હોટલમાં જ રોકાયા હતા તો શું તેમના વચ્ચે મુલાકાત થઇ છે તેવા પ્રશ્નના જવાબમાં સોલંકીએ સ્પષ્ટતા કરી હતી કે, ના, હાર્દિક પટેલની રાહુલ ગાંધી સાથે મુલાકાત થઇ નથી. આજે મુલાકાતના ચાન્સીસ હતા પરંતુ રાહુલ ગાંધીના દિલ્હીમાં એક ખાસ મહત્વના કાર્યક્રમને લઇ તેઓ અલ્પેશ ઠાકોરના સંમેલન બાદ તરત જ દિલ્હી જવા રવાના થઇ ગયા છે પરંતુ આગામી તા.૧થી ૩ નવેમ્બર દરમ્યાન તેઓ જયારે દક્ષિણ ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવવાના છે ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલ અને દલિત નેતા જીગ્નેશ મેવાણી સાથે તેમની બેઠક યોજાય તેવી પૂરી શકયતા છે.

Related posts

ગુજરાત વિધાનસભાની ચૂંટણી  9 ડિસેમ્બરનાં રોજ ક્યાં યોજાશે તે જિલ્લાઓની યાદી

aapnugujarat

शाहीबाग क्षेत्र में डम्पर चालक की चपेट में विद्यार्थिनी की मौत से सनसनी

aapnugujarat

પેટ્રોલ-ડિઝલ પર હાલ વેટ નહીં ઘટાડાય : નીતિન પટેલ

editor

Leave a Comment

UA-96247877-1