Aapnu Gujarat
મનોરંજન

ઇન્સ્ટાગ્રામની રિચ લીસ્ટમાં પ્રિયંકા ચોપડાનો સમાવેશ

પ્રિયંકા ચોપરા ભારતની પહેલી અભિનેત્રી છે જેણે વિદેશમાં મોટી ઓળખ બનાવી છે અને સોશ્યલ મીડિયા પર પણ બોલિવૂડની ઘણી અન્ય અભિનેત્રીઓ કરતા આ અભિનેત્રીની ફેન ફોલોઇંગ ઘણી વધારે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્સ્ટાગ્રામથી કરોડોની કમાણી કરનારા સ્ટાર્સની યાદી બહાર આવી છે. આ ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટમાં આ વખતે ફક્ત એક બોલિવૂડ સેલેબનું નામ શામેલ છે અને તે છે પ્રિયંકા ચોપડા. પ્રિયંકા ચોપડા આ યાદીમાં સામેલ થનારી દેશની પ્રથમ અભિનેત્રી બની ગઈ છે. આ લિસ્ટ ઇન્સ્ટાગ્રામના શેડ્યૂલિંગ ટૂલ HopperHQ દ્વારા બહાર પાડવામાં આવી છે. જેમાં પ્રિયંકા ચોપરા 28 મા ક્રમે છે.
પ્રિયંકા ચોપરા તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સથી કરોડોની કમાણી કરે છે. પ્રિયંકા એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટના લગભગ 2.16 કરોડ રૂપિયા લે છે. પ્રિયંકા ચોપરા ઉપરાંત આ યાદીમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પણ સામેલ છે. આ સૂચિમાં વિરાટ 26 મા ક્રમે છે, એટલે કે તે પ્રિયંકાથી બે નંબર આગળ છે. આ સૂચિમાં ફક્ત પ્રિયંકા અને વિરાટ બે જ ભારતીય હસ્તીઓ છે.અમે તમને જણાવી દઈએ કે પ્રિયંકાને એક બીજી મોટી સફળતા પણ મળી છે.પ્રિયંકાએ હોલીવુડ અભિનેતા કિયાનુ રાઇવ્સ ની ફિલ્મ મેટ્રિક્સ 4 ને સાઇન કરી.

Related posts

राजामौली के काम की प्रशंसक हैं मानुषी छिल्लर

editor

ચાંદની બાર ફિલ્મની સિક્વલ બનાવવા માટે તૈયારી શરૂ

aapnugujarat

રાયન સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાએ મને મારા બાળકોની સલામતી વિશે ડરાવી દીધો છે : સંજય દત્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1