Aapnu Gujarat
Uncategorized

પાવીજેતપુર તાલુકાના ઈટવાડા મુકામે પાંચમનો મેળો માણવા આદિવાસી મેદની ઉમટી

પાવીજેતપુરના ઈટવાડા મુકામે વર્ષોથી હોળી પછીના પાંચમના દિવસે મેળો ભરાતો હોય જેમાં તાલુકાના આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મેળાની મજા માણવા માટે આદિવાસીઓ ઉમટી પડ્યા હતા.
પૂર્વપટ્ટી વિસ્તારના આદીવાસીઓ મેળાના ખૂબ જ શોખીન છે તેમાં પણ પાંચમનો મેળો એક અલગ આગવું સ્થાન ધરાવે છે તેથી હોળી બાદ પાંચમના દિવસે ભરાતા આ મેળામાં પાવીજેતપુર તાલુકાના તથા આજુબાજુના તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં આ મેળાનો આનંદ માણવા આદિવાસી જનમેદની ઉમટી પડી હતી.
પાવી જેતપુર થી બે કિલોમીટર જેટલા અંતરે આવેલ ઇંટવાડા મેદાનમાં પાંચમનો મેળો ભરાતો હોય જ્યાં ચગડોળ ,ચકેડી, સર્કસ, ડાન્સ તેમજ આ વર્ષે મોતના કુવા એ એક આગવું આકર્ષણ ઉભું કર્યું હતું. સાથે સાથે વેપારીઓ આગલી રાત્રે થી આવી પહોંચી પોતાની જગ્યાઓ લઈ લે છે સવારથી જનતા મેળામાં જતી નજરે પડતી હતી જયારે બપોરના સમયે તો મેળા ના સ્થાને માનવ મહેરામણ નું કીડિયારું ઊભરાયું હોય તેમ લાગતું હતું. યુવાધન પોતાના હાથો ઉપર દિલ તેમજ પોતાના તથા પોતાના પ્રિય પાત્રના નામો છૂંદના દ્વારા લખાવતા નજરે પડતા હતા.
મેળામાં સળગતી ચુલના અંગારા ઉપર ખુલ્લા પગે ચાલી આદિવાસીઓએ પોતાની માનતાઓ, બાધાઓ પૂર્ણ કરી હતી .બપોરના સમયે કેટલાક ઘેરયા પુરુષોએ સ્ત્રીઓ નો વેશ ધારણ કરી તીરકામઠા, રામ ઢોલ સાથે મેળામાં આવી પહોંચતા આદિવાસીઓ આનંદમાં આવી ચિચિયારીઓ પાડી હતી. સાંજના સમયે ગામના લોકોએ મેળાનો આનંદ માણ્યો હતો.
આમ પાવીજેતપુરમાં ઇંટવાડા મુકામે પાંચમનો મેળો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ભરાયો હતો જેમાં આજુબાજુથી આદિવાસી જનમેદની નો સેલાબ ઉમટ્યો હોય તેમ અહેસાસ થતો હતો.

Related posts

राजकोट-मोरबी का संयुक्त कृषि महोत्सव गोंडल में हुआ

aapnugujarat

મહેસાણા જિલ્લામાં ડ્રોન ટેકનોલોજીનો ખેતી કામમાં થશે ઉપયોગ

editor

प्रधानमंत्री नरेन्द्र मोदी २९ जून को राजकोट में  रोड शो करेंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1