Aapnu Gujarat
Uncategorized

વેરાવળમાં CAAના સમર્થનમાં રેલી યોજાઈ

નાગરિક સંશોધન અધિનિયમ ( CAA)નાં સમર્થનમાં વેરાવળ ટાવર ચોક ખાતે મોટી સંખ્યામાં જન સમુદાય ઉમટી પડયો હતો. શહેરના મુખ્ય માર્ગો પરથી સૂત્રોચ્ચાર સાથે રેીલી કાઢી કલેકટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ સંસદના બંને ગૃહો લોકસભા અને રાજયસભામાં લાવવામાં આવેલ નાગરિકતા સંશોધન બિલ જે રાષ્ટ્રપરિની મંજુરીથી નાગરિકતા સંશોધન અધિનિયમ બની ગયો છે જેની ઘણાં સમયથી રાહ જોવાય રહી હતી નિર્ણયનો નાગરિક સમિતિ ગીર સોમનાથ તથા સમગ્ર લોકો આવકારે છે. આ સરાહનીય કાર્ય બદલ લોકોએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો.
રેલીમાં સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ રાજ્યમંત્રી જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્યો રાજશીભાઈ જોટવા, ગોવિંદભાઈ પરમાર, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, ગુજરાત મેરીટાઈમ બોર્ડના ડાયરેક્ટર કિશોર કુહાડા, વેરાવળ સમસ્ત ખારવા સમાજના પેટલ જીતુભાઈ કુહાડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

રાજકોટ એમ્સ બાદ લાઇટ હાઉસ પ્રોજેક્ટનું પણ ઇ ખાતમુહૂર્ત કરશે પીએમ મોદી

editor

મોરબી શહેરમાં સીસી રોડનું ખાતમુહુર્ત કરાયું

editor

સાસણગીરના જંગલમાં સિંહદર્શન માટે લોકેશન શોધતા ૧૩ પ્રવાસીઓ પકડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1