Aapnu Gujarat
Uncategorized

સાસણગીરના જંગલમાં સિંહદર્શન માટે લોકેશન શોધતા ૧૩ પ્રવાસીઓ પકડાયા

સાસણગીરના જંગલમાં દેવળીયા રેન્જમાં જાંબુડીવાળા જંગલ વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ કરી પગપાળા ચાલી સિંહનુ લોકેશન શોધી રહેલા ૧૩ પ્રવાસીઓને રાત્રી પેટ્રોલીગમાં નીકળેલ સાસણ ગીરના આરએફઓ વનરાજસિંહ જાડેજા તથા વાણિયાવાવ રાઉન્ડ સ્ટાફના ફોરેસ્ટર જી.કે.રાવલીયા સહિતના સ્ટાફે ઝડપી લેતા ગેરકાયદે સિંહ દર્શન કરવા અને કરાવવા ટેવાયેલા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
સાસણ ગીરના આરએફઓ જાડેજાએ આપેલ વિગતો પ્રમાણે ગેરકાયદે સિંહ દર્શન કરવા મોડી રાત્રે જંગલમાં ઘુસેલા ૧૩ પ્રવાસીની અટક કરવામાં આવી છે જેમાં રાજેશ રમેશ દેવપરા, કશ્યપ પંકજ ભટ્ટ(શિક્ષક), હિતેશ દેવજી મકવાણા, રમેશ નારણ ઉમરાણીયા, જયદીપ શશીકાંત પાણેરી(શિક્ષક), ઈમરાન હનીફ વણજારા, અશ્વિન ભનુ જોરીયા, ચેતન પરસોતમ માલવીયા, રોહિત દિનેશ મકવાણા રે. બધા જેતપુર, રાજકોટના વેટરનરી ડોકટર નીરજ વિમલ સરવૈયા, તેજસ દિલીપ સરવૈયા અને કરસનગઢના ગોપાલ જગુ ડોડીયા, ઉર્મિત ભુપત ડોડીયાનો સમાવેશ થાય છે.
જંગલમાં ગેરકાયદે પ્રવેશનો ગુનો દાખલ કરી પકડાયેલા તમામ પ્રવાસીઓ પાસેથી રૃ.ર-ર હજાર લેખે કુલ ર૬ હજાર સ્થળ ઉપર દંડ પેટે વસુલ કરવામાં આવ્યા હતા. મોડી રાત્રે જંગલમાં પગપાળા ચાલી સિંહનું લોકેશન શોધતા ઝડપાયેલા તમામ ૧૩ પ્રવાસીઓ કરસનગઢ ગામના ગોપાલ જગુ ડોડીયાની વાડીમાં રાત્રી રોકાણ કરી મોડી રાત્રે જંગલમાં ઘુસ્યા હતા.સિંહનું લોકેશન શોધી સિંહ દર્શનની પ્રવૃતિ ગેરકાયદે હોવાનું શિક્ષિત લોકો જાણતા હોવા છતાં આવી રીતે ગેરકાયદે સિંહ દર્શન કરાવતા લોકોને સહકાર આપી ગેરકાયદે સિંહ દર્શન કરવા જનાર શિક્ષકો અને તબીબ કક્ષાના શિક્ષિત અને બુધ્ધિજીવી લોકો સામે ભારે કચવાટ સાથે ગ્રામ્ય પ્રજા અને ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

Related posts

टेस्ट क्रिकेट सर्वोपरी : गेल

editor

વેરાવળના ભીડીયા બંદર જેટી મા Rcc કરવામાં તો આવ્યું પરંતુ ગંદા પાણી ના નિકાલ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વાહનચાલકો મુશ્કેલી વધી

aapnugujarat

ભાજપ કાર્યાલય પણ સુરક્ષિત નથી તો નગરજનો કેવી રીતે રહેશે સુરક્ષિત

editor

Leave a Comment

UA-96247877-1