Aapnu Gujarat
રમતગમત

શોએબ અખ્તરે પાકિસ્તાનની પોલ ખોલી નાંખી

પાકિસ્તાનનાં ભુતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે પોતાના દેશમાં હિંદુઓની શું હાલત છે અને તેઓ કેવું હાડમારીભર્યું જીવન જીવે છે તેની પોલ ખોલી નાંખી છે. શોએબે પાકિસ્તાનનાં એક સમયનાં સ્ટાર સ્પિનર દાનિશ કનેરિયા સાથે ટીમના ખેલાડીઓ કેવો વ્યવહાર કરતાં હતાં તે વિશે સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે. શોએબે એક વાર્તાલાપમાં કહ્યું છે કે, દાનિશ એક હિંદુ હોવાના કારણે સારો વ્યવહાર થતો નહતો અને ટીમના કેટલાંક ખેલાડીઓ દાનિશની સાથે ભોજન પણ લેતા નહતાં.
શોએબે વધુમાં કહ્યું હતું કે, મારા કેરિયરમાં મારે બે – ત્રણ ખેલાડીઓ સાથે લડાઈ થઈ હતી. મેં કહ્યું હતું કે, કોઈ હિંદુ હશે તો પણ તે રમશે અને બાદમાં તે જ હિંદુએ ટેસ્ટ સિરિઝ જીતાડી પણ હતી. મને કેટલાંક ખેલાડીઓએ કહ્યું હતું કે, આ આપણી સાથે કેમ જમી રહ્યો છે, હું આ વાત સાંભળીને આક્રમક થઈ ગયો હતો અને તેને કહ્યું હતું કે, તને ઉઠાવીને બહાર ફેંકી દઈશ, તું કેપ્ટન હશે તારા ઘરનો સમજ્યો તે ખેલાડી પાકિસ્તાન માટે રમે છે અને ૬ – ૬ વિકેટ અપાવી રહ્યો છે, મારા માટે તે પાકિસ્તાની છે.
ઉલ્લેખનીય છે કે, આ જ કાર્યક્રમમાં પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે પણ યુસુફ યોહાના મામલે કહ્યું હતું કે, તે ધર્મે ઈસાઈ હોવાથી તેને પણ ખૂબ જ તંગ કરવામાં આવ્યો હતો, બાદમાં યોહાનાએ ધર્મ પરિવર્તન કરી ઈસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો હતો.

Related posts

આ મારો છેલ્લો ઓસી.પ્રવાસ,મેદાન પર આક્રમક નહીં થાઉ : કોહલી

aapnugujarat

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઈલેવનમાં કોહલીને ન મળ્યું સ્થાન

editor

ICC रैंकिंग : टेस्ट बल्लेबाजी में पहले स्थान पर कायम कोहली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1