Aapnu Gujarat
રમતગમત

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઈલેવનમાં કોહલીને ન મળ્યું સ્થાન

આઇસીસી દ્વારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૦૧૯ થી શરૂ થયેલી પ્રથમ સીઝન ૨૩ જૂને સમાપ્ત થઈ. ફાઈનલમાં, ન્યુઝીલેન્ડે ભારતને ૮ વિકેટે પરાજિત કર્યું હતું. મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી કોઈ પણ બેટ્‌સમેન અડધી સદી ફટકારી શક્યો નહીં. પ્રથમ સીઝનમાં, કુલ ૯ ટીમોને તક આપવામાં આવી હતી અને તમામને ૬-૬ શ્રેણી રમવાની હતી.
ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ ક્રિકઇન્ફોએ નિષ્ણાતો અને ચાહકોના મતોના આધારે ડબ્લ્યુટીસી-ઇલેવન જાહેર કર્યું છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને આમાં સ્થાન મળ્યું નથી. ભારત માટે રોહિત શર્મા, આર અશ્વિન અને ઋષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને પણ આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડના અન્ય બે ખેલાડીઓ કાયલ જેમ્સન અને ટિમ સાઉથીને પણ સ્થાન મળ્યું છે. ઓસ્ટ્રેલિયાના ત્રણ ખેલાડીઓ સ્ટીવ સ્મિથ, માર્નસ લબુસ્ચેગને અને પેટ કમિન્સ સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે. શ્રીલંકાના દિમુથ કરુનારાત્ને અને ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સને પણ સ્થાન મળ્યું છે.
પાકિસ્તાન, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝનો કોઈ પણ ખેલાડી ટીમમાં સ્થાન મેળવી શક્યું નથી.ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્‌સમેન રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ૧૨ મેચોમાં ૬૧ ની સરેરાશથી ૧૦૯૪ રન બનાવ્યા હતા. તેમાં બે સદી પણ શામેલ છે. તે જ સમયે, ઋષભ પંતે ૩૯ની એવરેજથી ૭૦૭ રનનું યોગદાન આપ્યું હતું. જાેકે, તે સદી ફટકારી શક્યો નહીં. બીજી તરફ, ઓફ સ્પિન આર અશ્વિને સૌથી વધુ ૭૧ વિકેટ લીધી હતી. જાે કે, કોરોનાને કારણે, વર્તમાન સીઝનની ઘણી શ્રેણી મુલતવી રાખવી પડી. ટેબલમાં ટીમ ઈન્ડિયા પ્રથમ અને ન્યુઝીલેન્ડ બીજા સ્થાને છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઈલેવન ઃ રોહિત શર્મા, દિમુથ કરુનારાત્ને, માર્નસ લબુશ્ચગ્ને, કેન વિલિયમસન, સ્ટીવ સ્મિથ, બેન સ્ટોક્સ, ઋષભ પંત, કાયલ જેમ્સન, આર અશ્વિન, પેટ કમિન્સ, ટિમ સાઉથી.

Related posts

22 अक्टूबर की जगह अब 23 अक्टूबर को होंगे BCCI के चुनाव : विनोद राय

aapnugujarat

પૂર્વ ભારતીય કેપ્ટન અજીત વાડેકરનું નિધન

aapnugujarat

पाकिस्तान को मिली २०२० एशिया कप की मेजबानी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1