Aapnu Gujarat
રાષ્ટ્રીય

એલપીજીની કિંમતોમાં વધારો થઈ શકે છે

એલપીજી ગેસના ગ્રાહકો માટે મોટા સમાચાર છે. જલદી એલપીજી ગેસના ભાવમાં ભારે વધારો જાેવા મળી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નેચરલ ગેસના ભાવમાં ભારે વધારો જાેવા મળી રહ્યો છે. જેની સીધી અસર ઘરેલુ ગેસના ભાવ ઉપર પણ જાેવા મળી શકે છે. સરકાર એક ઓક્ટોબરે ઘરેલુ ગેસના નવા ભાવ જાહેર કરવાની છે.ભારતમાં તેલ-ગેસ ખનન ક્ષેત્રની સૌથી મોટી સરકારી કંપની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનનું કહેવું છે કે આ વખતે પ્રાકૃતિક ગેસના ભાવમાં લગભગ ૬૦ ટકાનો વધારો લગભગ નક્કી છે.આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ વધવાના કારણે તેની અસર ઓઈલ કંપનીઓના રાજસ્વ ઉપર પણ જાેવા મળી રહી છે.
સરકાર દ્વારા એલપીજી ગેસ પર મળનારી સબસિડીને પણ થોડી દિવસ પહેલા સમાપ્ત કરવામાં આવી છે. એલપીજી ગેસ પર મળનારી સરકારી સબસિડીનું વહન પણ ઓઈલ કંપનીઓએ જ કરવું પડતું હતું.ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનના સીએમડી સુભાષકુમારે કંપનીના વાર્ષિક નાણાકીય પરિણામોની જાણકારી આપતા કહ્યું કે જાન્યુઆરી-માર્ચ ૨૦૨૧માં ઓઈલ કંપનીએ ૫૮.૦૫ ડોલર પ્રતિ બેરલના દરથી ક્રૂડ ઓઈલનું વેચાણ કર્યું છે. થોડા દિવસ પહેલા ગ્રાહકોને મળનારી સબસિડી સમાપ્ત થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવા છતાં કંપનીને ૬૭૩૪ કરોડ રૂપિયાનો નફો થયો છે.આ ઉપરાંત કંપનીના સીએમડી સુભાષકુમારે એ પણ જણાવ્યું કે કંપની આ વર્ષે ૨૯,૫૦૦ કરોડ રૂપિયાનું નવું રોકાણ કરવા જઈ રહી છે.

Related posts

નામદારોનું મિશન માત્ર મોદીને પરાજિત કરવા માટેનું છે : મોદી

aapnugujarat

जम्मू-कश्मीर और लद्दाख में अब कोई भी खरीद सकता है जमीन : मोदी सरकार

editor

देवरिया शेल्टर होम केस : १ नाबालिग बच्चा और ३ लड़कियों को भेजा विदेश!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1