Aapnu Gujarat
ગુજરાત

જુનીધરીના યુવાનો “આપ” મા જોડાયા

વિજયસિંહ સોલંકી, ગોધરા

ગોધરા તાલુકાના જુનીધરી ગામે આમ આદમી પાર્ટીની ચામુંડા માતાજી મંદિરના પરિસરમાં રાખવામાં આવેલી આ મિટિંગમાં ગામમાંથી ૭૦ જેટલા યુવાનો હાજર રહ્યા હતા.જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆનું યુવાનોએ ફૂલહારથી સ્વાગત કર્યુ હતું. યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.યુવાનોને આમ આદમી પાર્ટીમાં જોડાવા બદલ આવકારીને સ્વાગત કર્યું હતું. જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીયાએ આમ આદમી પાર્ટીની ગુજરાત માં વઘી રહેલી લોકપ્રિયતા અને લોકો માટે એક મજબૂત વિકલ્પ આમ આદમી પાર્ટી બની રહી છે એમ જણાવ્યું હતું.ઉપસ્થિત ગ્રામજનોએ આમ આદમી પાર્ટીને આવકારી છે અને સ્વિકારી છે. આ સભામાં જિલ્લા પ્રમુખ સાથે ઉપ પ્રમુખ દયાલભાઇ આહુજા, જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, શિક્ષણ સમિતિના પ્રમુખ પ્રો. જગદીશચંદ્ર માછી, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ, ગોધરા શહેર પ્રમુખ અજય વસંતાની અને પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર અરવિંદભાઇ માછી હાજર રહ્યા હતા.

Related posts

Panihati Chida – Dahi Mahotsav at Hare Krishna Mandir, Bhadaj

aapnugujarat

પત્નીના ત્રાસથી કંટાળી રેલ્વે કર્મચારીએ આત્મહત્યા કરી

aapnugujarat

खाद्यचीजों में मिलावट पर दो व्यापारी को छह महीने जेल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1